દેશમાં કોરોનાના કેસમાં મોટી રાહત જોવા મળી છે. ખાસ કરીને નવા કેસ કરતા વધારે જોવા મળતા આશાનું નવું કિરણ જોવા મળી રહ્યું છે.દેશમાં કોરોનાના 3.25 લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 2.50 લાખને પાર પહોંચ્યો છે. 3,55 લાખથી વધુ દર્દીઓ રિકવર થયા છે.
આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 3877 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે જ્યારે એક્ટિવ કેસ ઘટીને 37.10 લાખથી વધુ નોંધવામાં આવ્યા છે.વિવિધ રાજ્યોના કોરોના ના આંકડા પર નજર કરીએ તો હવે મહારાષ્ટ્ર અને પાછળ છોડી અને સૌથી વધારે આંકડા કર્ણાટકમાં નોંધવામાં આવ્યા છે.
વિવિધ રાજ્યોના કેસ ઉતરતા ક્રમ જોઈએ તોકર્ણાટકમાં 39, 305 કેસ, મહારાષ્ટ્રમાં 37,236 કેસ,તામિલનાડુમાં 28,978, કેરળમાં 27,487 કેસ, ઉત્તર પ્રદેશમાં 21,277 કેસ, પશ્ચિમ બંગાળમાં 19,445 કેસ, રાજસ્થાનમાં 16,487 કેસ, આંધ્રપ્રદેશમાં 14,986 કેસ, હરિયાણામાં 12,718 કેસ, દિલહીમાં 12,651 કેસ, છત્તીસગઢમાં 11,867 કેસ, ગુજરાતમાં 11,592 કેસ,બિહારમાં 10,174 કેસ,ઓરિસ્સામાં 10,031 કેસ નોંધાયા છે.