સેકન્ડ વેવના મોરચે મોટી રાહત જોવા મળી છે.કોરોનાના નવા કેસ 1 લાખની નજીક જોવા મળ્યા છે, જે સવા બે માસનું સૌથી નીચલું સ્તર છે .24 કલાકમાં 90 હજાર નવા કેસ નોંધવામાં આવ્યા છે જ્યારે સાજા થનાર દર્દીઓની સંખ્યા ફરી વાર નવા કેસથી ડબલ નોંધવામાં આવી છે.
દેશના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે 24 કલાકમાં પોણા બે લાખ લોકોએ કોરોનાને હરાવી જીવન જીતી ગયા છે.આ ઉપરાંત 24 કલાકમાં ટેસ્ટિંગમાં મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે. 16 લાખ જ ટેસ્ટ થતાં આંકડામાં પણ ખૂબ જ ઘટાડો નોંધવામાં આવ્યો છે. હવે સવા તેર લાખ એક્ટિવ કેસ બચ્યાં છે.
આ ઉપરાંત મૃત્યુ આંક પર નજર કરીએ તો વધુ 2094 લોકોના મોત નિપજતા કુલ મૃત્યુઆંક 3.51.323 થયો છે, કુલ કેસની સંખ્યા 2.89.95,633 થઇ છે.
વિવિધ રાજ્યોમાં નવા કેસના આંકડાઓ પર નજર કરીએ તો સૌથી વધુ તામિલનાડુમાં 19.448 કેસ,કર્ણાટકમાં 11.958 કેસ,મહારાષ્ટ્રમાં 10.219 કેસ, કેરળમાં 9313 કેસ,ઓરિસ્સામાં 6118 કેસ,પશ્ચિમ બંગાળમાં 5887 કેસ, આંધ્રપ્રદેશમાં 4872 કેસ, તેલંગણામાં 3841 કેસ નોંધાયા છે.