સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શરૂ થતાની સાથે જ સત્તાપક્ષ અને વિપક્ષમાં નવી નીતિની અમલવારીના કારણે કકડાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાજકોટ કોંગ્રેસમાં છેલ્લે સુધી ભારેલો અગ્નિ જોવા મળી રહ્યો છે.તેની વચ્ચે થાનગઢમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકાનો સામનો કરવો પડ્યો છે.તેમજ તાલુકા પંચાયતની તમામ 16 બેઠકો પર કોંગ્રેસને આઉટ થવાનો વારો આવ્યો છે.
Election / રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દિનેશ ચોવટિયાનું તમામ હોદ્દાઓ પરથી નારાજીનામું
આ અંગે થાનગઢના રાજકીય સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે થાનગઢમાં આજે મોટો રાજકીય અપસેટ સર્જાયો હતો,આજે ઉમેદવારીનો છેલ્લો દિવસ હતો ત્યારે આ તમામ ઉમેદવારો એ 3:00 વાગ્યા સુધીમાં મેન્ડેટ રજુ કરવાના હતા. પરંતુ તેઓ સમય મર્યાદામાં તેમ કરી શક્યા ન હતા. અને જેને કારણે થાનગઢ તાલુકામાં ચૂંટણીના મેદાનમાં થી કોંગ્રેસના તમામ ઉમેદવારોને આઉટ થવાની નોબત આવી છે.
Education / 18 ફેબ્રુઆરીએ શરૂ થશે ધોરણ 6 થી 8નાં વર્ગો, શિક્ષણ વિભાગની જાહેરાત,માર્ગદર્શિકાનું કરવું પડશે પાલન
એક તરફ રાજકોટ જિલ્લામાં પૂર્વ કોંગ્રેસ પ્રમુખ દિનેશ ચોવટિયાએ તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે, તેમજ સત્તાપક્ષ મજબૂતી સાથે આગળ વધી રહ્યો છે ત્યારે આ વધુ એક ઝટકો કોંગ્રેસને માટે મુસીબત લઈને આવ્યો છે.હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં કોંગ્રેસ હાઈ કમાન્ડ ઇશારાથી અન્ય કોઈ નવા નિર્ણયો લે છે કે કેમ ? વર્તમાન પરિસ્થિતિ માટે ડેમેજ કંટ્રોલ કરવો કોંગ્રેસ માટે ખૂબ જ મુશ્કેલ જણાઈ રહ્યો છે. 2021ના વર્ષમાં કોંગ્રેસનું પત્તું કપાયું જવા માટે વધુ એક ઝટકો ખુદ તેમના ઉમેદવારો તરફથી જ તકનીકી ભૂલના કારણેકોંગ્રેસને પ્રાપ્ત થઈ રહ્યો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…