બિગ બોસના ચાહકો જે સમયની રાહ જોઈ રહ્યા હતા તે હવે આવી પહોંચ્યો. બિગ બોસ 14 ની આ સીઝનના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે અને રૂબીના દિલાક આ સીઝનની વિજેતા બની છે. શોની શરૂઆતથી જ રૂબીના ખૂબ જ મજબૂત હતી. રુબીનાએ પતિ અભિનવ શુક્લા સાથે શોમાં પ્રવેશ કર્યો હતો. તમને જણાવી દઇએ કે ઘણી રીતે રુબીનાને પહેલેથી જ આ સીઝનની વિજેતા કહેવામાં આવતી હતી.
તેનો પતિ અભિનવ શુક્લા રૂબીનાની જીતથી ખૂબ ખુશ હતો. તે રૂબીનાની જીત પર અભિનેત્રી કરતા ખુશ દેખાઈ રહ્યો હતો. રૂબીનાને દેશની વહુ તરીકે જોવામાં આવે છે. અભિનેત્રી અહીં પતિ સાથે પહોંચી હતી. શોના ચોથા અઠવાડિયામાં, તેણીએ તમામને ખબર આપી દીધી કે તે તેના પતિને છૂટાછેડા આપવા માંગે છે. જેના કારણે આ શો વધુ સૌથી મોટો અને ખાસ બન્યો.
Congratulations to @RubiDilaik! ✨🎉🎊
Audience ka dil jeet kar aakhirkaar karli hai inhone #BiggBoss14 ki trophy haasil! How happy are you #Rubiholics?@BeingSalmanKhan #BB14 #BB14GrandFinale #BiggBoss14Finale #GrandFinaleBB14 pic.twitter.com/IRO5vXordi— Bigg Boss (@BiggBoss) February 21, 2021
રુબીનાએ આ શોમાં ખેલ તેના પતિ અભિનવ શુક્લા સાથે રમી હતી અને બંનેને આ ઘરમાં ખૂબ જ પ્રેમ મળ્યો હતો. આ જ કારણ છે કે હવે દંપતીના છૂટાછેડા થઈ રહ્યા નથી. હવે એનો અર્થ છે કે રૂબીનાએ તેનું અંગત જીવન અને બિગ બોસનો ખેલ જીતી લીધો છે.
ટ્રોફી સાથે રુબીનાને ઇનામની રકમ મળી. ખરેખર આ વખતે ‘બિગ બોસ 14’ના વિજેતા માટે 50 લાખ રૂપિયાની ઇનામ રકમ રાખવામાં આવી છે, પરંતુ માત્ર 36 લાખ જ મળશે, કારણ કે ફિનાલ વિકમાં પ્રેવશે મેળવવા માટે રાખી સાવંતે આ રકમમાંથી 14 લાખ રૂપિયા લઇને શોમાંથી બહાર નીકળી ગઇ હતી.