આ વર્ષે બિગ બોસ 14 ની શરૂઆત ખુબ જ જોર-શોર સાથે સીન પલટાવવાના દાવાની સાથે કરવામાં આવી હતી. 3 ઓક્ટોબરથી શરૂ થયેલા બિગ બોસ 14 માં શરૂઆતના દિવસો કંઈ ખાસ નહોતા, પરંતુ ધીરે ધીરે રમતએ ગતિ પકડવાની શરૂઆત કરી દીધી છે. દરમિયાન, ઘણા ટ્વિસ્ટ અને ટર્ન આવ્યા છે, પરંતુ હવે લાગે છે કે રમતનો સૌથી મોટો વળાંક આવી રહ્યો છે. આ શોના હોસ્ટ સલમાન ખાન, વિકેન્ડ કા વારમાં પરિવારના સભ્યોને કહે છે કે બિગ બોસનો ફિનાલે વિક આવતા અઠવાડિયે થવાનો છે.
સલમાન ખાન આ વિકેન્ડ કા વારમાં મોટી જાહેરાત કરવા જઈ રહ્યો છે. શોના પ્રોમોમાં સલમાન પરિવારને પૂછે છે – બિગ બોસની ફિનાલે ક્યારે થવાનું છે તે તમે જાણો છો. નિકી તંબોલીએ જાન્યુઆરી 2021 માં તેનો જવાબ આપ્યો. ત્યારબાદ સલમાન બધાને આશ્ચર્ય સાથે કહે છે કે બિગ બોસ 14 નું ફિનાલે આવતા વર્ષે નહીં પણ આવતા અઠવાડિયે થવાનું છે. ફિનાલેમાં ફક્ત 4 સ્પર્ધકો જ રહેશે. પ્રોમોમાં બતાવેલ ઘોષણા સાચી છે કે ખોટી તે તો હવે શો ઓન-એયર હશે ત્યારે જાણવામાં મળશે.
અત્યારે, પરિવાર અને દર્શકો માટે બિગ બોસ 14 ફાઇનલિસ્ટ માટેની ઉત્સુકતા છે. આપને જાણવી દઈએ કે, આ સમયે ઘરમાં 9 સ્પર્ધકો છે. જેમાં રુબીના દિલેક, કવિતા કૌશિક, એજાઝ ખાન, રાહુલ વૈદ્ય, નિક્કી તંબોલી, જાસ્મિન ભસીન, અલી ગોની, અભિનવ શુક્લા અને પવિત્ર પુનિયા શામેલ છે. તેમાંથી, નિક્કી તંબોલી અને એજાઝ ખાન સિવાય, બાકીના બધાને એવક્શિન માટે નામાંકિત છે.
જો શુક્રવારના એપિસોડ વિશે વાત કરવામાં આવે તો, બિગ બોસ દ્વારા શોમાં આપેલા પાર્ટીશન ટાસ્કમાં જાસ્મિનના પરિવારે જીત મેળવી હતી, ત્યારબાદ કેપ્ટનની પસંદગી કરવાનો વારો આવ્યો હતો.પરસ્પર કરારના અભાવને લીધે આ સપ્તાહે કોઈને કેપ્ટન તરીકે ચૂંટવામાં આવ્યો ન હતો. આ કાર્યને કારણે રુબીના અને જાસ્મિન વચ્ચેની મિત્રતામાં અણબનાવ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં બંનેનું ટ્યુનિંગ જોવું રસપ્રદ રહેશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…