બિગ બોસ શરૂ થયાને ત્રણ દિવસ થયા છે. ત્યારે આવી સ્થિતિમાં આવતીકાલનું વાતાવરણ ખૂબ ચર્ચાનો વિષય બન્યું હતું. એક તરફ જ્યાં સિદ્ધાર્થ પર ગાયનું છાણ મુકવામાં આવ્યું હતું, બીજી તરફ આરતી સિંહની લવ લાઇફ વિશે પ્રશ્નો ઉભા થયા હતા. આ સિવાય ઘણી એવી પળો પણ હતી જે આંખોને ભીની કરવા જઈ રહી હતી. વળી, બિગ બોસની કન્ટેસ્ટન્ટ શેફાલી બગ્ગાએ કંઈક એવું કર્યું છે જેના કારણે તેને સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રોલ કરવામા આવી રહી છે.
ગઈકાલે એટલે કે 2 ઓક્ટોબરનાં રોજ એપિસોડનું પ્રસારણ થયું, જેમાં શેફાલીને ટાસ્ક દરમિયાન આરતી સિંહ અને રશ્મિ દેસાઈને નિશાન બનાવવાનું હતા. શેફાલીએ તેમને એવી રીતે નિશાન બનાવવાનાં હતા કે તે બન્ને ટાસ્કને છોડી દે. ગઈકાલે જે કાર્ય થયું હતું તેમાં શેફાલી મેડિકલ સ્ટાફમાં હતી જ્યારે આરતી અને રશ્મિ દર્દીની ટીમમાં હતા. શેફાલીને શહનાઝની સાથે રશ્મિ અને આરતીની ઈયર ટ્રીટમેન્ટ કરવાની હતી. આ દરમિયાન શેફાલીએ બંનેનાં અંગત જીવનને લગતા પ્રશ્નો ઉભા કર્યા હતા. જેને લઇને હવે યુઝર્સ તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે.
રશ્મિ દેસાઇ અને આરતી સિંહ દર્દી ટીમ અને શેફાલી મેડિકલ સ્ટાફનો હિસ્સો હતી. શેફાલીને શહનાઝ ગિલની સાથે રશ્મિ અને આરતીનું ઈયર ટ્રીટમેન્ટ કરવાની હતી. આ દરમિયાન શેફાલી થોડી અંગત બની અને આરતી સિંહનાં અંગત જીવનને લગતા કેટલાક પ્રશ્નો પૂછ્યા. જેના કારણે શેફાલીની સોશિયલ મીડિયા પર આકરી ટીકા થઈ રહી છે. આપને જણાવી દઇએ કે ટાસ્ક દરમિયાન શેફાલીએ આરતીને લગ્ન તૂટવા અને સિદ્ધાર્થ શુક્લાની સાથે અફેયર હોવાને લઇને સવાલ પુછ્યા હતા. આ સાંભળીને બાકીનાં સહભાગી ચોંકી ગયા. આ સિવાય તેણે રશ્મિને તેની ઉંમર, દેખાવ અને વ્યવસાય વિશે પણ સવાલો કર્યા.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.