બિહારમાં હાલ નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ સાથે મળીને સકરાર ચલાવી રહ્યા છે. બિહારના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટું નિવેદન આપ્યું છે,જેની ચર્ચા હાલ દેશમાં ચાલી રહી છે. 2025માં બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનના નેતૃત્વ પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું તેજસ્વી યાદવ 2025માં મહાગઠબંધનનું નેતૃત્વ કરશે. આ નિવેદન સામે આવતા રાજકીય ચર્ચાઓએ જોર પકડયો છે, શું નીતિશ કુમાર 2024ની લોકસભા માટે આ નિવેદન આપ્યું છે..?
#WATCH मैं तो शुरू से ही बोल रहा हूं कि ये(तेजस्वी यादव) करेगा। ये जरूर करेगा: 2025 में बिहार विधानसभा चुनाव में तेजस्वी यादव द्वारा महागठबंधन के नेतृत्व पर बिहार के मुख्यमंत्री नीतीश कुमार pic.twitter.com/5W3hLCIQpd
— ANI_HindiNews (@AHindinews) December 13, 2022
ઉલ્લેખનીય છે કે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે કહ્યું કે હવે અમે નીતિશ કુમારના માર્ગદર્શનમાં સાથે મળીને કામ કરી રહ્યા છીએ. પડકાર 2024ની ચૂંટણી છે અને અમે તેના માટે લડીશું.