દેશમાં કોરોનાવાયરસની બીજી લહેર આજે પણ પોતાનો કહેર વરસાવી રહી છે. દરરોજ આશરે 4 લાખ નવા દર્દીઓ આ વાયરસની ઝપટમાં આવી રહ્યા છે. વળી બિહારની વાત કરીએ તો અહી પણ કોરોનાએ હોબાળો મચાવ્યો છે. તમામ પ્રતિબંધો હોવા છતાં, સંક્રમણમાં કોઈ ઘટાડો થયો હોય તેવું લાગતું નથી. જેના કારણે બિહાર સરકારે લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે.
રાજકારણ / NSUI એ દેશનાં ગૃહમંત્રી અમિત શાહ ગુમ થયા હોવાની નોંધાવી ફરિયાદ
તમામ અટકળોનો અંત લાવીને મુખ્યમંત્રી નીતીશ કુમારે પોતે ટ્વીટ કરીને આની જાહેરાત કરી છે. ગુરુવારે, તેમણે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘આજે સહયોગી પ્રધાનો અને અધિકારીઓની સાથે બિહારમાં લાગુ થયેલા લોકડાઉનની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે.’ મુખ્ય પ્રધાન નીતીશ કુમારે સાહયોગીઓ અને રાજ્યનાં ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી, ત્યારબાદ 16 મે થી 25 મે સુધી બિહારમાં લોકડાઉન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સીએમ નીતીશ કુમારે ટ્વીટ કરીને અને લોકડાઉન પાછળનું કારણ જણાવીને માહિતી આપી હતી કે લોકડાઉનને કારણે કોરોનાનાં કેસો નીચે આવી ગયા છે. કોરોના રોગચાળાને કાબૂમાં રાખવા લોકડાઉન સખતપણે જરૂરી છે. તેથી જ લોકડાઉન 10 દિવસ વધારવામાં આવ્યું છે.
સહાય / મધ્યપ્રદેશ સરકારનું મોટું એલાન, રાજ્યમાં કોરોનાથી માતા પિતા ગુમાવનારા બાળકોને મળશે પેંશન
બિહારમાં લોકડાઉન લગાવ્યા પછી, કોરોના વાયરસનાં ફેલાવાને મોટા પ્રમાણમાં નિયંત્રિત કરવામાં આવેલ છે. લગભગ ત્રણ અઠવાડિયા પછી રાજ્યમાં કોરોનાનાં એક દિવસમાં સામે આવતા નવા દર્દીઓની સંખ્યા ઘટીને 10 હજારની નીચે પહોંચી ગઈ છે. આ સાથે, એક્ટિવ દર્દીઓની કુલ સંખ્યામાં પણ એક લાખનો ઘટાડો થયો છે. રિકવરી દરમાં સુધારો થયો છે, જ્યારે સંક્રમણ દર પણ ઘટ્યો છે. લોકડાઉનની અસર અને તેને આગળ ધપાવવાની જરૂરિયાત અંગે બિહાર સરકારે તમામ જિલ્લાઓ પાસેથી પ્રતિસાદ માંગ્યો હતો. બુધવારે, વીસીમાં તમામ જિલ્લાનાં ડીએમઓ અને રાજ્ય કક્ષાનાં અધિકારીઓએ લોકડાઉન આગળ ધપાવવા સંમતિ આપી હતી. સરકાર ટૂંક સમયમાં નવી લોકડાઉન માટેની માર્ગદર્શિકા જાહેર કરશે.