Banaskantha News: બનાસકાંઠાના લાખણીમાં આજે ખેડૂતોની બાઇક રેલી છે. તેઓ ઘુણસોલથી લાખણી સુધી રેલી યોજી આવેદન પત્ર આપશે. કેનાલ સ્માર્ટ મીટર ઋણમુક્તિના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ છે. આ બાબતને લઈને લાખણી, ધાનેરા, દિયોદર, થરાદના ખેડૂતો રેલીમાં જોડાશે.
રાષ્ટ્રીય કિસાન સંગઠનના બેનર હેઠળ રેલીનું આયોજન થયું છે. દોલા ભાઈ ખાગડાની આગેવાનીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાય તેવું અનુમાન છે. ખેડૂતોએ આ અંગે તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરી છે, પરંતુ રાહત આપવા માટે કોઈ પગલાં લેવાયા નથી.
આ પણ વાંચો: ભગવાન જગન્નાથજીની આજે નેત્રોત્સવ વિધિ
આ પણ વાંચો: અંબાલાલ પટેલની ચેતવણીઃ રાજ્યમાં જુલાઈના અંત ભાગમાં પૂર આવી શકે
આ પણ વાંચો: એક વ્યક્તિ એક હોદ્દાના નિયમને અનુસરોઃ સી આર પાટીલ
આ પણ વાંચો: વડોદરામાં ડોક્ટરનું નર્સ પર લગ્નની લાલચે દુષ્કર્મ