બનાસકાંઠા/ દિયોદરમાં જન્મદિવસની ઉજવણી માતમમાં ફેરવાઇ, દોઢ વર્ષના બાળકનું મોત

દિયોદરમાં જન્મદિવસની ઉજવણી માતમમાં ફેરવાઇ ગઈ છે. જન્મદિવસની ઉજવણીમાં દોઢ વર્ષના બાળકનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 01 09T114847.496 દિયોદરમાં જન્મદિવસની ઉજવણી માતમમાં ફેરવાઇ, દોઢ વર્ષના બાળકનું મોત
  • બનાસકાંઠાના દિયોદરમાં ખુબ જ દુ:ખદ ઘટના
  • જન્મદિવસની ઉજવણી બની બાળકના મોતનું કારણ
  • જેનિલ ઠક્કર નામના દોઢ વર્ષના બાળકનું મોત

Banaskantha News: ગુજરાત રાજય અને દેશભરમાંથી ઘણીવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બનતુ હોય છે કે ઘરમાં કોઇ ખુશી અને જશ્નનો તહેવાર હોય અને કોઇ અકસ્માતી ઘટના બનતા તે ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઇ જતો હોય છે. ત્યારે આવું જ કંઇક બનાસકાંઠાના દિયોદરમાં થયું છે. અહીં જન્મદિવસની ઉજવણી માતમમાં ફેરવાઇ ગઈ છે. જન્મદિવસની ઉજવણીમાં દોઢ વર્ષના બાળકનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, દિયોદરના ગોકુળનગર સોસાયટીમાં જેનિલ ઠક્કર નામના દોઢ વર્ષના બાળકનું જન્મદિવસની ઉજવણી દરમિયાન મોત થયું છે. ઉજવણીમાં બટાકા પૌઆનો નાસ્તો રખાયો હતો. જયારે જેનિલને પૌઆ ખાવા માટે આપ્યા ત્યારે પૌઆમાં નાંખેલો દાડમનો દાણો શ્વાસ નળીમાં ફસાઈ ગયો. જે બાદ જેનિલને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો.સારવાર માટે હોસ્પિટલમાં લઇ જતી વખતે રસ્તામાં જ જેનિલનું મોત નીપજ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઉતરાયણના પહેલા જ ચાઇનીઝ દોરીએ લીધો યુવતીનો ભોગ

આ પણ વાંચો:વાઈબ્રન્ટ સમિટ પહેલા પીએમ મોદી તેમની ત્રણ દિવસીય ગુજરાત મુલાકાતમાં ટ્રેડ શોનું ઉદ્ઘાટન, જાણો કાર્યક્રમ

આ પણ વાંચો:ગાદોઇ ટોલ ટેક્સ વિવાદ અંગે કલેકટરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બિલકિસ બાનોના ઘરે ઉજવણીનો માહોલ, ફોડ્યા ફટાકડા