ગુજરાત વિધાનસભાની મોરવા હડફ બેઠકની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિમિષાબેન સુથારની જંગી બહુમતી એટલે કે ૪૫૪૩૨ મત થી જીત થઇ છે . ગુજરાતના મતદારો ના આ નિર્ણયને આવકારતો પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે મોરવા હડફ ની જનતાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ કરેલા પ્રજાકીય કાર્યો અને નિર્ણયો તેમજ પ્રવર્તમાન ભારતનો વિકાસ અને ગુજરાતના વિકાસની વણથંભી યાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ના પ્રદાન ને આવકારી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતીથી જીત આપી છે. ગુજરાત ની જનતા એ ભાજપા ને વધુ એક બેઠક આપી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
વધુમાં પાટીલે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે પ્રજા લક્ષી કાર્યો કર્યા અને કોરોના ના કપરા કાળ માં ત્વરિત પ્રજાહિતના જે નિર્ણયો લીધા તે બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ ના નેતૃત્વમાં ચાલતી ભારતીય જનતા પાર્ટી ની ગુજરાત સરકાર પણ આ જીત માટે એટલી જ સહભાગી છે.
એ જ રીતે ગુજરાત માં ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકરોએ માઈક્રો પ્લાનિંગ કરી અને મતદારોને પેજ સમિતિ સુધી પહોંચીને તેઓને સરકારી યોજનાઓનો લાભ અને જાણકારી આપી અને તે બાબતે અવગત કર્યા. મોરવા હડફ મતવિસ્તાર માં ચુંટણી અર્થે કામગીરી કરી છે તે ભાજપાના તમામ દેવદુર્લભ કાર્યકરો પણ આ જીતમાં એટલા જ યશ ને અધિકારી છે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે મોરવા હડફના મતદારો તેમજ ભાજપાના કાર્યકરો નો આભાર માન્યો હતો. મોરવા હડફ ની એક બેઠક વધવાથી ભારતીય જનતા પાર્ટીનું સંખ્યાબળ વિધાનસભામાં 112 બેઠકનું થશે.