ગુજરાત રાજ્યમાં ચૂંટણીની મોસમ પુર બહારમાં ખીલી છે. ત્યારે ગુજરાતમાં રાજકીય વર્તુળમાં કોરોના પણ ઘર કરી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી કોરોનાગ્રસ્ત બન્યા છે. જયારે તેમની સાથે પ્રચાર સતત હાજર એવા બે ભાજપના નેતાઓ પણ કોરોના ને કારણે હાલ હોસ્પીટલમાં છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ભાવનગર જામનગર અને વડોદરા ખાતે જે રેલીઓનું સંબોધન કરવામાં આવ્યું હતું, ત્યાં હાજર ભાજપના નેતાઓ અને ઉમેદવારો અને કાર્યકર્તા પણ ક્યાંક ને કયાંક કોરોના વાઇરસના સુપર સ્પ્રેડર બની શકે છે. અને આવો ડર જામનગર કોંગ્રેસના નેતાઓમાં જોવા મળી રહ્યો છે.
જામનગર શહેર કોંગ્રેસ દ્વારા કલેકટરને સંબોધીને રજૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં જામનગરની સભામાં ભાજપના તમામ ઉમેદવારો સીએમને મળ્યા હતા. ભાજપના ઉમેદવારો અને આગેવાનો બધા જ CM ને મળ્યા હતા. જે સમાજમાં ચૂંટણી પ્રચારના નામે કોરોનાનો ફેલાવો કરી શકે તેમ છે. આથી ભાજપના તમામ 64 ઉમેદવારો અને આગેવાનોને 7 દિવસ કોરોન્ટાઇન કરવાની કરી માંગ કોંગી આગેવાનો અને કાર્યકરોએ કલેકટર કચેરી ખાતે કરી કરી. હાલ તમામ ઉમેદવારો અને આગેવાનો પ્રચાર કરી કોરોના ફેલાવી રહ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગરમાં મુખ્યમંત્રી ની સભામાં હાજર કેટલાક મંત્રીઓ જેમકે આરસી ફળદુ, હકુભા જાડેજા, પુનમબેન માડમ વિગેરે કોરોના ટેસ્ટ કરાવ્યો છે. અને જે નેગેટીવ આવ્યો છે.
Cybercrime / CID ક્રાઇમના વડાનું ટ્વિટર એકાઉન્ટ હેક, હેકરે બમણી કમાણી કરતી વેબસાઈટની આપી લાલચ
Surat / ભાજપ MLA વિરુદ્ધ કાર્યકરોમાં રોષ, MLA પુર્ણેશ મોદીનો ભરબજારે લીધો ઉધડો
covid19 / મુખ્યમંત્રીએ જામનગરમાં સભા કરી હતી સંબોધિત, હાજર તમામ મંત્રીઓના કોરોના રીપોર્ટ આવ્યો….
ગુજરાત / ગોધરાકાંડના મુખ્ય આરોપી રફીક હુસેન ભટુકની 19 વર્ષ બાદ ધરપકડ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…