Rajkot News: રાજકોટના કોર્પોરેટર નીતિન રામાણીને ગેમઝોન અગ્નિકાંડના મામલે ભાજપના કોર્પોરેટર નિતીન રામાણીની અટકાયત કરવામાં આવી છે. તેમને વધુ પૂછપરછ માટે અટકાયતમાં લેવાય છે. તેમના પર ગેમઝોનના માલિક યુવરાજસિંહે લાંચ લઈ તોડ કરવાનો આરોપ મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડ મામલે TRP ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીએ SIT સમક્ષ મોટો ધડાકો કર્યો હતો. ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીએ ભાજપના કોર્પોરેટરે 1.5 લાખ લઈ તોડ કરી હોવાનો SIT સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
યુવરાજ સિંહ સોલંકીએ કબૂલાત કરી કે 2023માં આગની ઘટના સમયે કોર્પોરેટરોનો સંપર્ક કર્યો હતો. અને તેમણે ડિમોલેશન અટકાવવા 1.5 લાખની માંગ કરી હતી. તેમજ ઇમ્પેક્ટ ફી ભરી બાંધકામ કાયદેસર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. હાલમાં આ મામલે SITના અધિકારીઓએ વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.
નીતિન રામાણીએ મંતવ્ય ન્યૂઝ પર કર્યો હતો ખુલાસો
અગ્નિકાંડ મામલે હવે ભાજપના કોર્પોરેટર નિતીન રામાણીનું સામે આવ્યું છે. સંભવત અગ્નિકાંડ મામલામાં ભાજપના કોર્પોરેટરનું નામ સામે આવતા તેમની પૂછપરછ થાય તેવી શકયતા છે. નીતિન રામાણી વોર્ડ.13ના કોર્પોરેટર છે. ગેમઝોન કાંડમાં રામાણીએ ઇમ્પેક્ટ ફી માટે ભલામણ કરી હતી. આ મામલે જ્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા કોર્પોરેટર નીતિન રામાણીનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે ખુલાસો કર્યો. કોર્પોરેટર નીતિન રામાણે મંતવ્ય ન્યૂઝને જણાવ્યું કે પૈસા લઈ તોડ કરાયાની વાત ખોટી છે. મે ખાલી અધિકારીની ભલામણ કરી હતી. મેં પૈસા લીધા નથી. રાજકોટ અગ્નિકાંડ મામલે TRP ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી અને મેનેજર નીતિન જૈન સહિત 4 લોકોની ધરપકડ કરાઈ છે.
રાજકોટ આગકાંડ મુદ્દે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજકોટના TRP ગેમઝોનના કન્સલ્ટન્ટે SIT સમક્ષ માહિતી આપી કે ફાયર NOC ની અરજી વખતે ફાયર સેફ્ટીના સાધનોનું લિસ્ટ આપવામાં આવ્યું હતું. પરંતુ ગેમઝોનના માલિકે આ સાધનો બહુ મોંઘા પડે તેમ કહીને વસાવ્યા નહોતા. સંચાલકો પૈસા વધુ ખર્ચવાનુ ટાળી ફાયર સેફ્ટીના સાધનો લીધા નહોતા. તો હવે આગકાંડમાં રાજકોટ મહાનગર પાલિકાના છ કોર્પોરિટર અને નેતાઓ પૂછપરછ થઈ શકે છે. ગમે ત્યારે નેતાઓના નામ SITમાં ખુલવાની સંભાવના દેખાઈ રહી છે.
ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા સાથે સાંઠગાંઠ ધરાવનાર સુધી તપાસનો રેલો પહોંચશે. પૂર્વ મેયર પ્રદીપ ડવ અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કર પટેલની પૂછપરછ કરવામાં આવશે. રાજકોટ આગકાંડની તપાસ કરતી SITની ટીમ તપાસનો રિપોર્ટ સોંપવા માટે વધુ સમયની માંગ કરી છે. 10 દિવસ થયાં છતાં હજુ રિપોર્ટ તૈયાર ન હોવાને કારણે વધારાનો સમય માંગ્યો છે. હજુ પણ આ આગકાંડમાં કેટલાક લોકોના નિવેદનો લેવાઈ રહી છે અને અગ્નિકાંડ મામલાની તપાસ ચાલુ છે.
રાજકોટ અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા છે. આ અગ્નિકાંડને લઈને રાજ્યમાં ભારે હોબાળો મચ્યો છે. અગ્નિકાંડ મામલે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગ્નિકાંડમાં લોકોના મોત થવા મામલે SITને તપાસ સોંપવામાં આવી છે. તેમજ સરકાર પોતે જ ફરિયાદ બનતા હાઇકોર્ટમાં સરકારનું સોગંદનામું રજૂ કર્યું છે. હાઈકોર્ટમાં આજે 6 જૂને રાજકોટ અગ્નિકાંડ મામલાની સુનાવણી હાથ ધરાશે.
આ પણ વાંચો: મહેસાણાના 2 મર્ડર કેસના નાસતા ફરતા આરોપીની ધરપકડ
આ પણ વાંચો: જુનાગઢ NSUI યુવા નેતાના અપહરણ-હત્યાના પ્રયાસના ગુનામાં ગણેશ ગોંડલની ધરપકડ
આ પણ વાંચો: ગુજરાત ભાજપના સાંસદોને આજ સાંજ સુધીમાં દિલ્હી પંહોચવા હાઈકમાન્ડનો આદેશ, તમામ સાંસદો 9 જૂન સુધી રોકાશે