દિલ્હીની ચૂંટણી માટે ભાજપના ઢંઢેરાને ‘વેસ્ટ પેપર’ ગણાવ્યું હતું. આપના વરિષ્ઠ નેતા સંજયસિંહે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તે સ્પષ્ટ પણે જણાવે છે કે ભાજપ દિલ્હી સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓને ખતમ કરવા માંગે છે.
બીજેપીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ‘દિલ્હી ઘોષણા પત્ર’ જારી કર્યો હતો. ઘોષણા પત્રમાં પ્રતિ કિલોગ્રામ બે રૂપિયાના દરે સારી ગુણવત્તાવાળો ઘઉંનો લોટ અને દરેક ઘર માટે પીવાનું શુધ્ધ પાણી આપવાનું વચન આપવામાં આવ્યું છે.
ભાજપ દિલ્હી સરકારની સુવિધા બંધ કરશે : કેજરીવાલ
બીજી તરફ, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે (31 જાન્યુઆરી) કહ્યું હતું કે, ભાજપના ચૂંટણી ઢંઢેરાથી સાબિત થાય છે કે તે દિલ્હી સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી વીજળી અને પાણી જેવી તમામ સુવિધાઓ બંધ થઈ જશે. કેજરીવાલે ટ્વિટ કર્યું હતું કે, ‘ભાજપનાચૂંટણી ઢંઢેરાથી સાબિત થાય છે કે જો તમે તેમને મત આપશો, તો તમારી મફત વીજળી, મફત પાણી અને મફત બસ પ્રવાસ જેવી અનેક સેવા જે આપની દિલ્હી સરકાર દ્વારા આપવામાં આવી છે તે બંધ થઈ જશે. વિચારો અને મત આપો. “
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.