Gujarat election 2022/ ભાજપે રાષ્ટ્રીય નેતાઓને ગુજરાતના 20 જિલ્લાની જવાબદારી સોંપી, મતદાન સુધી સ્થાનિક નેતાઓના સંપર્કમાં રહેશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ગામડા ઓ માં રાષ્ટ્રીય નેતાઓને કેમ્પ કરવાની જવાબદારી સોંપી હોવાનું જાણવા મળ્યું છે

Top Stories Gujarat
20 3 ભાજપે રાષ્ટ્રીય નેતાઓને ગુજરાતના 20 જિલ્લાની જવાબદારી સોંપી, મતદાન સુધી સ્થાનિક નેતાઓના સંપર્કમાં રહેશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ગામડા ઓ માં રાષ્ટ્રીય નેતાઓને કેમ્પ કરવાની જવાબદારી સોંપી હોવાનું જાણવા મળ્યું છે, ભાજપ ને શહેરી કરતા ગ્રામ્ય વિસ્તારોમાં ભય હોવાથી આ વિસ્તારમાં સ્થાનિક આગેવાનો ની સાથે પક્ષ ના વરિષ્ઠ નેતાઓ ને પણ સાથે રહેવા જણાવ્યું છે.ભાજપ ની રણનીતિ રહી છે કે,કોઈ પણ રાજ્ય ની વિધાનસભા ચૂંટણીમાં પણ રાષ્ટ્રીય નેતાઓને કામે લગાડવામાં આવે, જેના ભાગરૂપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ રાજ્યના 20 જિલ્લામાં રાષ્ટ્રીય નેતાને ચૂંટણીલક્ષી જવાબદારી સોંપવામાં આવી છે.

ભાજપ મોટાભાગે શહેરી વિસ્તારોમાં હજુપણ મજબૂત પકડ ધરાવી રહ્યો હોવાથી આ વખતની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંય ભાજપ કાચો ના પડે એના માટે પ્રદેશના નેતાઓ, કાર્યકરોની ટીમ સાથે સંકલન, માર્ગદર્શન માટે પડોશી રાજ્યોના મંત્રીઓ, રાષ્ટ્રીય નેતાઓને મતદાન યોજાય ત્યાં સુધીની સંકલનની જવાબદારી સોંપી છે. ખાસ કરીને મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને બનાસકાંઠા, ભાજપના મહામંત્રી વિનોદ તાવડેને વડોદરા તો કર્ણાટકના ધારાસભ્ય સી ટી રવિને આણંદ જિલ્લાની જવાબઘરી સોંપવામાં આવી છે.

સામાન્ય રીતે એવું કહેવાય છે કે, ભાજપ ની જીત મતદાન બુથ પર આધારિત હોય છે, કેમકે ભાજપ પાસે પક્ષ પ્રમુખ થી પેજ પ્રમુખ સુધીની ઉપર થી નીચે સુધીની કેડર છે, જેમાં પેજ પ્રમુખ અને પેજ સમિતિ છેક સુધી સક્રિય રહે અને ભાજપ તરફી વધુમાં વધુ મતદાન કરાવે તો ભાજપ માટે જીત ની ફોર્મ્યુલા ઘણી જ સરળ બની શકે છે, તેથી ભાજપે દરેક વિધાનસભા અને જિલ્લા મુજબ રાષ્ટ્રીય નેતાઓ થી માંડી ને પ્રદેશના નેતાઓ ને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે