ભૂતપૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી અને પાટલીપુત્રનાં ભાજપનાં સાંસદ રામકૃપાલ યાદવ બુધવારે એક મોટા અકસ્માતથી બચી ગયા હતા. તેઓ ગાંધી જયંતી પર સંસદીય ક્ષેત્રમાં ‘ગાંધી સંકલ્પ યાત્રા’ શરૂ કરવાના હતા. પૂરને કારણે આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો અને તે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયા હતા. આ પ્રવાસ દરમિયાન, તેમની બોટ સાંજે અચાનક દરધા નદીમાં ડૂબી ગઈ હતી. કાંઠે ઉભા લોકોએ કોઈક રીતે ભાજપનાં સાંસદ રામકૃપાલ યાદવને પાણીથી નિકાળી અને તેમનો જીવ બચાવ્યો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર પૂર પીડિતોએ રામકૃપાલ યાદવને નદી પારનાં ટેકરા પર ચાલવા વિનંતી કરી હતી. સાંસદ તે વાતને ટાળી શક્યા નહીં અને ચાર ટ્યુબની બનાવેલી ફ્લોટિંગ બોટમાં સવાર થઈ ગયા. તેમની સાથે 6 વધુ લોકો પણ હતા. બોટ કાંઠેથી થોડે દૂર હતી અને અચાનક બોટનું સંતુલન બગડ્યુ અને બધા પાણીમાં પડી ગયા. પરંતુ આકસ્મિક રીતે બોટ કાંઠેથી દૂર નહોતી. જેના કારણે નજીકમાં ઉભેલા લોકોએ સાંસદ સહિત બધાને પાણીની બહાર કાઠ્યા હતા.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.