ભાજપનાં આદિવાસી ધારાસભ્યએ મધ્યપ્રદેશમાં મોટો આરોપ લગાવ્યો છે. વિજયપુર વિધાનસભા મત વિસ્તારનાં ભાજપનાં ધારાસભ્ય સીતારામ આદિવાસીએ આરોપ લગાવ્યો છે કે તેની સગર્ભા પુત્રીને ડિલિવરી માટે શ્યોપુર જિલ્લા હોસ્પિટલમાં 12 કલાક રાહ જોવી પડી હતી, પરંતુ તે દરમિયાન કોઈ ડોકટરો હાજર ન હતા.
ભાજપનાં ધારાસભ્યએ કહ્યું કે, મેં સવારે 9 વાગ્યે મારી પુત્રીને હોસ્પિટલમાં દાખલ કરી, પરંતુ હોસ્પિટલ વહીવટીતંત્ર તરફથી બેદરકારી કરવામા આવી અને પુત્રીને ઘણા કલાકો સુધી ડિલિવરીની રાહ જોવી પડી. સીતારામ આદિવાસીએ કહ્યું કે, વધુ તપાસ બાદ તેમને બીજી હોસ્પિટલમાં લઈ જવા કહ્યું. પરંતુ બીજી હોસ્પિટલમાં જવા માટે અમે એમ્બ્યુલન્સની રાહ જોતા રહ્યા પરંતુ તે પણ ઉપલબ્ધ નહતી.
શું કહે છે હોસ્પિટલ
સિવિલ સર્જન ડોક્ટર આર.બી.ગોયલે ભાજપનાં ધારાસભ્યનાં તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે ધારાસભ્યને કહેવામાં આવ્યું હતું કે કેટલોક સ્ટાફ કેમ્પની ફરજ પર હોવાથી રાત્રે ઓપરેશન થશે. તેમણે કહ્યું, ‘તેઓ સવારે 9:30 વાગ્યે હોસ્પિટલમાં આવ્યા હતા અને રાત્રે 9 વાગ્યા સુધી ત્યાં હતા. સ્ટાફે તેમને જણાવ્યું હતું કે ચેકઅપ બાદ રાત્રે ઓપરેશન કરવામાં આવશે, રોકવા છતાં તેઓ તેમની પુત્રીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. અમે તેમને બીજી હોસ્પિટલમાં લઈ જવા માટે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.