Politics/ ભાજપના ધારાસભ્યોની મંગળવારે બેઠક: વહેતા થયા અનેક તર્કવિતર્ક

વિધાનસભા સંકુલમાં 112 ધારાસભ્યોની બેઠક પ્રદેશ પ્રભારીની અધ્યક્ષતામાં મળશે બેઠક રાજકીય અફવાઓનુ બજાર ગરમ સોનલ અનડકટ ગાંધીનગર, સોમવાર ભાજપના 112 ધારાસભ્યોની મંગળવારે વિધાનસભા સંકુલમાં બેઠક મળવા જઈ રહી છે. પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકના પગલે જાેકે અનેક તર્કવિતર્ક વહેતા થયા છે. પ્રથમ વખત જ એવું બની રહ્યુ છે કે આ પ્રકારે ધારાસભ્યોની […]

Top Stories Gujarat Politics
bjp mlas meeting on tuesday many arguments were flowing ભાજપના ધારાસભ્યોની મંગળવારે બેઠક: વહેતા થયા અનેક તર્કવિતર્ક

વિધાનસભા સંકુલમાં 112 ધારાસભ્યોની બેઠક
પ્રદેશ પ્રભારીની અધ્યક્ષતામાં મળશે બેઠક
રાજકીય અફવાઓનુ બજાર ગરમ

સોનલ અનડકટ

ગાંધીનગર, સોમવાર

ભાજપના 112 ધારાસભ્યોની મંગળવારે વિધાનસભા સંકુલમાં બેઠક મળવા જઈ રહી છે. પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકના પગલે જાેકે અનેક તર્કવિતર્ક વહેતા થયા છે. પ્રથમ વખત જ એવું બની રહ્યુ છે કે આ પ્રકારે ધારાસભ્યોની બેઠક વિધાનસભા સંકુલ ખાતે મળી રહી હોય. કેટલીક રાજકીય અફવાઓએ પણ આ બેઠકના પગલે જાેર પકડ્યુ છે. જેના પગલે મંગળવારે મળનારી બેઠક પર સૌની નજર છે.

ભાજપના 112 ધારાસભ્યોની વિધાનસભા સંકુલ ખાતે મંગળવારે બેઠક મળશે, જેમાં પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ ભાગ લેશે. ભુપેન્દ્ર યાદવ સવારે 10-20 કલાકે અ્મદાવાદ એેરપોર્ટ આવી પહોંચશે. તેમની અધ્યક્ષતામાં સાંજે 4-30 કલાકે વિધાનસભા સંકુલ ખાતે મળનારી આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ જાેડાશે. ભાજપના ધારાસભ્યોની આ બેઠકમાં વર્ષ 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓની તૈયારી સંદર્ભે મનોમંથન કરાશે. વાવાઝોડા અને કોરનાકાળમાં પક્ષના ધારાસભ્યોએ કરેલી કામગીરીની સમીક્ષા પણ કરાશે. કેટલાક ધારાસભ્યો કોરોનાકાળમાં પ્રજાની વચ્ચે જવાને બદલે ઘરમાં ભરાઈ ગયા હોવાની ફરિયાદો પણ સામે આવી હતી. આવા ધારાસભ્યોને ફરીથી પ્રજા વચ્ચે જઈને કામગીરી કરવા પણ સૂચના અપાશે. સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવા અને વધુને વધુ લોકો ભાજપ સાથે જાેડાય તેવા પ્રયાસો કરવા પણ ધારાસભ્યોને માર્ગદર્શન અને સૂચના અપાશે.

છેલ્લા કેટલાક દિવસોથી પ્રભારી ભુપેન્દ્ર યાદવની ગુજરાત મુલાકાત વધી ગઈ છે. હજુ ગયા અઠવાડીયે જ તેઓ બે દિવસ માટે ગુજરાત આવી ગયા અને ત્યારે તેમણે કમલમ ખાતે કોર ગ્રુપ સાથે અને પ્રદેશ મહામંત્રીઓ સાથે બેઠક કરી. આ બેઠકોમાં સંગઠન અને સરકાર વચ્ચે તાલમેલ નહી હોવાનો મુદ્દો પણ ઉછળ્યો હોવાનુ જાણવા મળ્યુ છે ત્યારે અનેક રાજકીય અફવાઓએ પણ જાેર પક્ડયુ છે. પ્રભારીએ પ્રથમ દિવસે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલના નિવાસસ્થાને ડિનર કર્યું હતું, જ્યા પણ મહત્વની ચર્ચાઓ થયાનું મનાય રહ્યું છે. ખાસ કરીને પ્રભારીએ મુલાકાતના બીજા દિવસે ગાધીનગરમાં સર્કીટ હાઉસ અને કે-20 નંબરના બંગલા પર કરેલી વનટુવન બેઠકોના પગલે અફવાઓનુ બજાર ગરમ થયુ છે. આ બેઠકોમાં પક્ષના પૂર્વ નેતાઓથી માંડીને મંત્રીઓ અને સાંસદો સાથે દિવસ દરમિયાન પ્રભારીએ બેઠકો કરી હતી અને દિવસના અંતે મુખ્યમંત્રી નિવાસસ્થાને ડિનર ડિપ્લોમસીએ આકાર લીધો હતો. બીજી બાજુ પાટીદારોની ખોડલધામ ખાતેની બેઠક અને સોમવારે આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાતથી ગુજરાતના રાજકારણમાં અનેક વમળ સર્જાયા છે. પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી ના નિવાસસ્થાને થયેલી ડિનર ડિપ્લોમસી સહિતની ઘટનાઓના સંજાેગોમાં ભાજપ મામલે રાજકીય અફવાઓ જાેર પકડે તે સ્વાભાવિક છે. જાેકે હવે તમામની નજર મંગળવારે મળનારી ભાજપના ધારાસભ્યોની બેઠક પર ઠરેલી છે.