ભાજપનાં રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનાં દિકરા આકાશ વિજયવર્ગીયએ ઈંન્દોરમાં નગર નિગમ કર્મચારીઓની સાથે હાથાપાઇ કરી છે. ગંજી કંમ્પાઉન્ડ સ્થિત જર્જરિત મકાન તોડવા માટે નિગમની ટીમ પહોચી હતી ત્યારે ત્યા હાજર ઈંન્દોર ત્રણથી ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયએ નિગમ અધિકારીઓને સમજાવ્યુ કે જો તમે 5 મિનિટમાં અહીથી નહી ગયા તો તેની જવાબદારી તમારી રહેશે. આ દરમિયાન જેસીબી મશીનની ચાવી પણ નિકાળી દેવામાં આવી હતી, જેના પર નિગમનાં કર્મચારીઓએ પાછી ન હટ્યા તો આકાશ પોતાના હાથમાં બેટ લઇને તેમને મારતો જોવા મળ્યો. આ વીડિયો ઈંટરનેટ પર ઘણો વાયરલ થઇ ગયો છે. ઈંન્દોરમાં થયેલી આ ઘટના દરમિયાન આકાશને વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે. જેમા તે એક ક્રિકેટનાં બેટની મદદથી નગર નિગમનાં અધિકારીઓને મારતો જોવા મળ્યો છે.
મધ્ય પ્રદેશનાં ગૃહ મંત્રી બાલા બચ્ચને મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ કે, કોઇ પણ કેટલો મોટો નેતા હોય, જો તે કાયદાને હાથમાં લેવાનું કામ કરશે તો કાયદો પોતાનું કામ કરશે. જોનલ ઓફિસર ધિરેન્દ્ર બાયસ અને અસીત ખરે નગર નિગમની ટીમની સાથે જેલ રોડની પાસે ગંજી કંમ્પાઉન્ડ સ્થિત એક-બે માળની ખતરનાક મકાનને તોડવા પહોચ્યા હતા. અહી લગભગ પાંચ પરિવાર રહેતા હતા. જો કે મકાન ખાલી કરી દેવામાં આવ્યુ હતુ, પરંતુ એક ભાડુંવાત ઓફિસરો સાથે વિવાદ કરવા લાગ્યો. તેટલામાં ધારાસભ્ય આકાશ વિજયવર્ગીય અને ઓફિસરોની વચ્ચે વિવાદ શરૂ થઇ ગયો. આ વિવાદ એટલો વધ્યો કે ધારાસભ્યનાં દિકરાએ બેટ ઉઠાવી લીધુ અને નિગમ ઓફિસર ધીરેન્દ્ર બાયસને દોડાવી દોડાવીને મારવા લાગ્યો. તેની સાથે આવેલા કાર્યકર્તાઓએ પણ ઓફિસરની સાથે મારપીટ શરૂ કરી દીધી. એસએસપી રૂચચિ વર્ધને કહ્યુ કે, ધારાસભ્ય અને તેમના સમર્થકોની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપની ઈંન્દોરથી હાલનાં ધારાસભ્ય ઉષા ઠાકુરનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમા તે પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય દ્વારા સેટિંગ કરી પોતાના દિકરા આકાશ વિજયવર્ગીયને ટિકિટ આપવાનો આરપો લગાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.