સિમલામાં ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર પોતની જૂની અને નિવડેલી સ્ટાઇલમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા નજરે આવ્યા અને ફરી એક વાર સિમલા રેલીમાં કોંગ્રેસનું સરકારનાં 10 વર્ષનું શાસન, સોનિયા-મનમોહન જી ની સરકાર, પાકિસ્તાનના ઘૂસપેઠીયા, આલિયા-માલિયા-જમાલિયા ઘુસી આવતા, ભારતનાં જવાનોનાં માથા કાપી લઇ જાતા, મોની પ્રધાનમંત્રી(મનમોહનસિંહ) જેવા શબ્દો સાંભળવામાં આવ્યા હતા. ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સિમલામાં કરવામાં આવેલા સંબોઘનથી પ્રતિત થઇ રહ્યુ છે કે, ભાજપ ફરી પોતાનાં જૂના અને નિવડેલા રાગમાં પાછું ફરી રહ્યું હોય. આપને જણાવી દઇએ કે ગૃહમંત્રી દ્વારા નાગરિકત્વ કાયદા અંગે દેશભર ચાલી રહેલ વિરોધ મામલે કોંગ્રેસ પાર્ટીને નિશાન બનાવી હતી.
સિમલામાં યોજાયેલી એક રેલી દરમિયાન ગૃહમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ એન્ડ કંપની નાગરિકત્વ કાયદા અંગે અફવાઓ ફેલાવી રહી છે કે તે લઘુમતીઓ અને મુસ્લિમોની નાગરિકત્વ લેશે. અમિત શાહે કહ્યું કે હું રાહુલ બાબાને આ જોગવાઈમાં એક કલમ બતાવવા પડકારું છું, જે દર્શાવે છે કે તે નાગરિકત્વ ગુમાવશે.
આ પણ વાંચો : ગૌતમ ગંભીરે સાધ્યું દાનિશ મામલે પાક PM ઇમરાન ખાન પર સીધુ નિશાન
ઉલ્લેખનીય વાત એ છે કે સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના દબાયેલા શીખો, ખ્રિસ્તીઓ અને હિન્દુઓને નાગરિકત્વ આપવાની જોગવાઈ છે. નાગરિકત્વ સુધારો કાયદો લાગુ થયો ત્યારથી, દેશભરમાં તેનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં અનેક સ્થળોએ હિંસક સમાચારો બહાર આવ્યા છે. કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષી પાર્ટીઓએ આ કાયદાનો જોરદાર વિરોધ કર્યો છે. આ પછી, કેન્દ્ર સરકાર અને ભાજપના વિરોધીઓ સતત આ પ્રદર્શન માટે નિશાન બનાવવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.