સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપને શહેરી પાર્ટી માનવામાં આવતી હતી પણ હવે નાના શહેર, ગામડામાં ભવ્ય જીત મેળવ્યા બાદ કોંગ્રેસના જ્યાં સૂપડા સાફ કર્યા છે ત્યાં ભાજપે વિધાનસભા 2022ની ચૂંટણીમાં કમર કસી લીધી છે. ખેડૂત આંદોલનની વચ્ચે ભાજપની જીત વિધાનસભાની ચૂંટણી પહેલા કંઇક અલગ જ સંકેત આપી રહી છે.
- વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા વિકાસની લહેર
ભાજપને શહેરોની પાર્ટી માનવામાં આવે છે. કોંગ્રેસને ગામડાંમાંથી સાફ કરી નાખીને ભાજપે પોતાની એ છાપ ભૂંસી નાખી છે. એવી જ રીતે કોંગ્રેસ ગ્રામીણ લોકોનો પક્ષ છે અને દેશની સૌથી જૂની પાર્ટી છે અને તેના વિના ભારતીય રાજકારણની કલ્પના ન કરી શકાય એવું મનાતું હતું. એ માન્યતા પણ હવે ભૂંસાઇ ગઇ છે. ગુજરાત હવે લગભગ વિપક્ષ વિનાનું રાજ્ય બની ગયું છે.
Election Result / મને તો હવે કોંગેસની ચિંતા થાય છે : ડે. સીએમ નીતિનભાઈ પટેલ
- મહાનગરમાં ભાજપનો મહાવિજય
- નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં વિજયરથ
- ગઢ સમાન પંચાયતોમાં કોંગ્રેના સૂપડાસાફ
ગયા અઠવાડિયે 6 મહાનગરપાલિકામાં કોંગ્રેસના સફાયા પછી હવે પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં પણ કોંગ્રેસ સાફ થઇ ગઇ છે. 2015ની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનને કારણે ભાજપને ભીંસ પડી હતી અને તેનો ફાયદો કોંગ્રેસને મળ્યો હતો પણ 2021માં ભાજપે એ નુકસાન માત્ર સરભર જ નથી કર્યું પણ ગામડાંમાંથી કોંગ્રેસને મૂળિયાંસોતી ઉખેડી નાખી છે.
Politics / કોંગ્રેસની વિચારધારાને જનતાએ જાકારો આપ્યો છે : પ્રદીપ સિંહ જાડેજા
- 2015માં પાટિદારોએ કોંગ્રેસને કરી પાસ
- 2021માં પાટિદારો જ કોંગ્રેસથી થયા નારાજ
- કોંગ્રેસના ગઢ ગામાડાને પણ ન બચાવી શક્યો હાર્દિક
2015માં પાટીદાર અનામત આંદોલન ચલાવીને હાર્દિક પટેલે કોંગ્રેસને આડકતરી મદદ કરી હતી. એ પછી હાર્દિક કોંગ્રેસમાં જોડાયો અને કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ બની ગયો પણ તેનાથી કોંગ્રેસને કોઇ ફાયદો થયો નથી. જ્યાં કોંગ્રેસ પતન તરફ છે ત્યાં રૂપાણી અને પાટીલ સત્તાના સમીકરણમાં નવી જોડી બની ચૂકી છે.