Election/ ઉત્તર પ્રદેશ બાદ ગુજરાતમાં પણ હારવા તૈયાર રહે BJP :અખિલેશ યાદવ

અખિલેશે કહ્યું કે યુપીની ચૂંટણી પછી ગુજરાતમાં ચૂંટણી થશે અને અસલી સરપ્રાઇઝ અહીથી જ મળશે. ભાજપ ગુજરાતમાં હારવા તૈયાર રહે.

Top Stories India
11 2022 01 29T155012.382 ઉત્તર પ્રદેશ બાદ ગુજરાતમાં પણ હારવા તૈયાર રહે BJP :અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ (RLD) એ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીનાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચારને તેજ બનાવ્યો છે. આજે SP ચીફ અખિલેશ યાદવ અને RLD ચીફ જયંત ચૌધરીએ ગાઝિયાબાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

આ પણ વાંચો – Political / પેગાસસ ખુલાસા બાદ રાહુલ ગાંધીનો સરકાર પર શાંબ્દિક પ્રહાર

અખિલેશ યાદવે કહ્યું કે, જો તેઓ (અમિત શાહ) ઘરનો દરવાજો ખખડાવે છે અથવા જો તેઓ ડોર-ટુ-ડોર પ્રચારમાં આવે છે, તો તેમને લાલ સિલિન્ડર ચોક્કસ બતાવો કે જે સમયે તે સરકારમાં આવ્યા હતા તે સમયે સિલિન્ડરની કિંમત શુ હતી અને આજે શું છે. ભાજપ પર કટાક્ષ કરતા અખિલેશ યાદવે કહ્યું કે, ભાજપે યુપીનાં વિકાસનો રસ્તો રોક્યો છે, તેથી લોકોએ ભાજપનો સફાયો કરવાનું મન બનાવી લીધું છે. કોરોના દરમિયાન મજૂરોને જે રીતે તકલીફ પડી તેના માટે ભાજપ જવાબદાર છે. મોદી સરકારમાં અન્નદાતા પરેશાન રહ્યા. આ ચૂંટણી ખેડૂતો અને મજૂરોની છે. અખિલેશે કહ્યું કે યુપીની ચૂંટણી પછી ગુજરાતમાં ચૂંટણી થશે અને અસલી સરપ્રાઇઝ અહીથી જ મળશે. ભાજપ ગુજરાતમાં હારવા તૈયાર રહે. અખિલેશ યાદવે કહ્યુ કે, ભાજપ નકારાત્મક રાજનીતિ કરે છે. તેમણે કહ્યું કે 300 યુનિટ મફત વીજળી, શેરડીની સમયસર ચુકવણી સાથે, ગરીબ અને દલિત લોકો માટે સમાજવાદી કેન્ટીન શરૂ કરવામાં આવશે, જ્યાં એક પ્લેટ 10 રૂપિયામાં મળશે. આ ઉપરાંત સમાજવાદી કિરાણા સ્ટોરની સ્થાપના કરવામાં આવશે, જ્યાં ગરીબ કામદારો, રાહગિરો, ઘરવિહોણા લોકોને રાશન અને અન્ય ચીજવસ્તુઓ વ્યાજબી દરે મળી રહેશે.

આ પણ વાંચો – National / સંસદમાં કયા બે દિવસ નહીં યોજાય શુન્યકાળ?બજેટ સત્રમાં કોરોના ગાઇડલાઇનના પાલન માટે શુ છે આયોજન ?

આરએલડીનાં વડા જયંત ચૌધરીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં મતદારોએ નક્કી કરવાનું છે. એક તરફ સરકાર છે જે ખેડૂતોને દબાવવા માંગે છે, જ્યાં કોઈ સાંભળતું નથી, જ્યાં કોઈ વચનો પૂરા થતા નથી અને બીજી બાજુ આરએલડી અને સપાનાં પ્રયાસો છે. અમે એવા લોકો સામે લડવું પડશે જેઓ જૂઠ અને નફરત ફેલાવે છે. જયંત ચૌધરીએ કહ્યું કે, જિન્નાહ યુપીનાં મતદારો માટે કોઈ મુદ્દો નથી. અમારે આવા મુદ્દાઓ સાથે કોઈ લેવાદેવા નથી. અમે શિક્ષિત છીએ. નોકરીની વાત કરીએ તો જુઠ્ઠાણા મુક્ત સરકાર આપીશું.