અલ્પેશ ડાભી, ભાવનગર@મંતવ્ય ન્યૂઝ
તાઉ-તે વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રમાં જે વિનાશ વેરાયો છે તેની જાત માહિતી લેવા માટે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ગઈકાલે દિવ પહોંચ્યા હતા, ત્યાંથી ગીર-સોમનાથ જિલ્લાનો પ્રવાસ કર્યો શરૂ કર્યો હતો. એ શ્રેણીમાં આજે તેઓ ભાવનગરના અસરગ્રસ્ત ગામોની મુલાકાત કરવા જઈ રહ્યા છે. તેમની સાથે પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, ઉપપ્રમુખ ભરતભાઇ બોઘરા ઉપરાંત સાંસદ રાજેશ ચુડાસમા, ઉપરાંત બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ સહિતના અગ્રણીઓ જોડાયા છે.
પાટીલે અસરગ્રસ્ત ગામોમાં વાવાઝોડાની તારાજીનું નિરીક્ષણ કર્યુ હતું અને ગ્રામીણ લોકો સાથે વાતચીત કરી હતી તથા જણાવ્યું હતું કે સરકાર અનેક યોજનાઓ દ્વારા તેમની સાથે છે અને તમામ મદદ આપશે.આજે ભાવનગર જિલ્લામાં તોઉતે વાવાઝોડાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેશે. ખાસ કરીને મહુવા, જેસર, તળાજા, પાલીતાણા અને સિહોર ખાતે મુલાકાત લેશે.
ભાવનગર જિલ્લાના અશરગ્રસ્ત ગામોની મુલાકાત દરમિયાન સ્થાનિક કાર્યકર્તાઓને મળશે.તથાવાવાઝોડાને પગલે અવસાન થયા હોય તેવા પરિવારને ઘરે જઈ સંઘત્વના પાઠવશે.બપોર બાદ ભાવનગર ખાતે આવી શહેરના કાર્યકર્તાઓ મળશેત્યાર બાદ એરપોર્ટ ખાતે પહોચી સુરત જવા રવાના થશે.