Not Set/ મંતવ્ય ન્યુઝના અહેવાલનો પડઘો,ભાજપે જશુ ભીલને કર્યા સસ્પેન્ડ

એસટી નિગમમાં નોકરીના બહાના હેઠળ આ કૌભાંડ નિગમના પૂર્વ ડિરેક્ટર દ્વારા જ કરવામાં આવ્યું હોવાનો ભાંડો ફૂટ્યો છે.

Top Stories Gujarat
સસસસસસસ મંતવ્ય ન્યુઝના અહેવાલનો પડઘો,ભાજપે જશુ ભીલને કર્યા સસ્પેન્ડ

મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો
જશુ ભીલને ભાજપમાંથી કરાયા સસ્પેન્ડ
મંતવ્ય ન્યૂઝે કર્યો હતો કૌંભાંડનો પર્દાફાશ
એસટી વિભાગમાં નોકરી આપવાનું હતું કૌંભાંડ
GSRTCના પૂર્વ ચેરમેન છે જશુ ભીલ
જશુ ભીલ 6 વર્ષ માટે ભાજપમાંથી સસ્પેન્ડ

ગુજરાત રાજ્ય વહનવ્યવહાર નિગમ એટ્લે કે એસટી નિગમમાં નોકરીના બહાના હેઠળ આ કૌભાંડ નિગમના પૂર્વ ડિરેક્ટર દ્વારા જ કરવામાં આવ્યું હોવાનો ભાંડો ફૂટ્યો છે. એસટી નિગમના પૂર્વ ડિરેક્ટર જ્સુ ભીલ દ્વાર કેટલાક યુવકોને કંડક્ટરની નોકરી આપવાનું કહી પૈસા ખંખેરી લીધા હતા. પરંતુ બે વર્ષ જેટલો સમય વીતી જવા છતાય આ યુવકોને કોઈ નોકરી મળી નથી.આ અંગે મંતવ્ય ન્યુઝે મામલે આ ભાજપના નેતાનું પર્દાફાશ કર્યું હતું આના પગલે ભાજપે જશુ ભીલને 6 વર્ષ માટે  સસ્પેન્ડ કર્યા હતા.

પાવી જેતપુરના કદવાલના યુવકે આ વીડિયો બનાવ્યો છે.  જેમાં એસટીમાં કંડક્ટરની નોકરી અપાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં  નિગમના જ પૂર્વ ડિરેક્ટર દ્વારા પૈસા લઈ ડ્રાઈવર-કંડક્ટર બનાવવાનો ગોરખધંધો કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. એસટી નિગમના પૂર્વ ડિરેક્ટરે કૌભાંડ કર્યાનો દાવો આ વીડિયોમાં કરવામાં આવ્યો છે. યુવકે જસુભાઈ ભીલને પૈસા આપ્યાનો વીડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ભાજપની રૂપાણી સરકારમાં એસટી નિગમના ડિરેક્ટર જસુ ભીલ હતા ત્યારે આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. અઢી વર્ષ પહેલા રૂપિયા આપ્યા છતાં નોકરી મળી નથી. અધિકારીને પૈસા આપ્યા છતાં કંડક્ટરની નોકરી આજ સુધી મળી નથી. તો અંગે જસુ ભીલે કોરોનાનું કારણ ધરી નોકરી ન મળ્યાનું પણ જણાવી રહ્યા છે. સ્ટિંગ ઓપરેશનમાં જસુ ભીલે પૈસા લીધાનો એકરાર કર્યો છે.