લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનાં સુપડાસાફ થયા બાદ ભાજપનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ PM મોદી અને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહને જીત વિજયાભિનંદન પાઠવ્યા છે. લાલકૃષ્ણ અડવાણીને આ પહેલા 2014માં ગાંધીનગર બેઠક પરથી જીત મેળવી હતી. જો કે આ વખતે તે બેઠક પર અમીત શાહ લડ્યા અને જંગી જીત મેળવી.
ભાજપનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ લોકસભાની ચૂંટણીમાં વિજય માટે નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠ્યા છે. અડવાણીએ ટ્વિટ પર ટ્વિટ કરી અને ભાજપને અભૂતપૂર્વ વિજય તરફ લઈ જવા માટે વડા પ્રધાન મોદીને અભિનંદન આપ્યા. અડવાણીએ અમિત શાહ અને ભારતીય જનતા પક્ષનાં તમામ કાર્યકરોની પણ પ્રશંસા કરી.
એલ કે અડવાણીએ ટ્વીટ કરતા ભારતનાં ઉજવળ ભવિષ્યની કામના કરી છે. તાજેતરમાં મળી રહેલા વલણો મુજબ ભાજપને 340થી વધુ બેઠકો મળી રહી છે. એનડીએ એકવાર ફરી સ્પષ્ટ બહુમતીથી આવતી દેખાઇ રહી છે. જો કે હજુ વલણો જ સામે આવી રહ્યા છે પરંતુ ભાજપમાં અત્યારથી જ જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપનાં વરિષ્ઠ નેતા એલ કે અડવાણીએ પહેલા જ વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા છે. બીજી તરફ ભાજપનાં રાષ્ટીય અધ્યક્ષ અમીત શાહ દિલ્હીમાં સ્થિત ભાજપા હેડક્વાટરમાં પહોચી ગયા છે. જ્યા તેમનુ પુષ્પમાલાઓથી સ્વાગત કરવામાં આવ્યુ.