દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદ બીજા દિવસે કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહનું મોટું નિવેદન સામે આવ્યું છે. દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની પરાજયનું વિશ્લેષણ કરતાં, તેમણે દાવો કર્યો હતો કે પાર્ટીનાં કાર્યકરો અતિ ઉત્સાહમાં હતા, જેના કારણે તેઓ પોતે મતદાન કરવા મતદાન મથક પર ગયા ન હોતા. સોશિયલ મીડિયા પર કરવામાં આવતા દાવા અંગે તેમણે પ્રતિક્રિયા આપી છે.
આપને જણાવી દઈએ કે, વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો રાજધાની દિલ્હીમાં આવ્યા છે અને ફરી એક વખત દિલ્હીની જનતાએ સીએમ કેજરીવાલની આમ આદમી પાર્ટીને ભારે બહુમતી આપી છે. ભાજપનાં પરાજય અંગે હવે સોશિયલ મીડિયા પર જુદા જુદા દાવા કરવામાં આવી રહ્યા છે. આ દાવાઓમાંથી એક એવો દાવો છે કે દિલ્હીમાં ભાજપ પાસે કુલ 62 લાખ કાર્યકર્તા છે અને પાર્ટીને કુલ 35 લાખ મતો મળ્યા છે. આ દાવા બાદ અનેક પ્રશ્નો ઉભા થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.