વેસ્ટ ઈન્ડિઝનાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર માઈકલ હોલ્ડિંગ શુક્રવારે દક્ષિણ આફ્રિકાનાં સામાજિક ન્યાય અને રાષ્ટ્ર નિર્માણ (SJN)ની છેલ્લી સુનાવણીમાં અતિથિ વક્તા તરીકે હાજર થયા હતા અને કહ્યું હતું કે અશ્વેત ખેલાડીઓને તેમની પ્રતિભાનાં આધારે જ ન્યાય કરવો જોઈએ. તેમણે કહ્યું કે ક્વોટા શબ્દનો ઉપયોગ તેમના માટે બોજ બની જાય છે. જાતિવાદ અને અસમાનતા પર હંમેશા નિખાલસ રહેતા હોલ્ડિંગે કહ્યું, “મેં દક્ષિણ આફ્રિકામાં અશ્વેત ક્રિકેટરોનાં સંદર્ભમાં ક્વોટા સિસ્ટમ જેવા શબ્દો ઘણી વખત સાંભળ્યા છે. તેમને તેમની પ્રતિભાનો શ્રેય આપવામાં આવતો નથી.”
આ પણ વાંચો – T20 World Cup / પાકિસ્તાની પત્રકારે કર્યો એવો સવાલ અફઘાન કેપ્ટન પ્રેસ કોન્ફરન્સમાંથી ઉઠીને ચાલ્યા ગયા
માઈકલ હોલ્ડિંગે કહ્યું કે, તેમણે દક્ષિણ આફ્રિકાનાં ભૂતપૂર્વ કેપ્ટન અને ક્રિકેટ એસોસિએશનનાં મેનેજિંગ ડિરેક્ટર અલી બક્કર સાથે પણ વાત કરી છે. તેમણે કહ્યું, “જ્યારે હું અહીં 2003 વર્લ્ડ કપમાં કોમેન્ટ્રી કરવા આવ્યો હતો, ત્યારે મેં અલી બકરને કહ્યું હતું કે, આ શબ્દ અશ્વેત ક્રિકેટરો માટે એક બિનજરૂરી બોજ છે. જ્યારે તમે કોઈ ખેલાડીને પસંદ કરો છો, ત્યારે સૌથી પહેલા તમે તે દેખો છો કે તે તમારી ટીમમાં કેવી રીતે ફિટ થાય છે. ક્વોટા સિસ્ટમનો અર્થ એ છે કે તમે તેમને હંમેશા પસંદ કરશો. તે એક ખેલાડી માટે એક મોટો બોજ છે.” હોલ્ડિંગે માન્યુ કે દક્ષિણ આફ્રિકા જેવા દેશમાં 27 વર્ષ પહેલા સુધી શ્વેત લઘુમતી સત્તામાં હતી ત્યાં જૂની ભૂલો સુધારવાની જરૂર હતી. તેમણે કહ્યું, “આ પગલા પાછળનો ધ્યેય સ્પષ્ટ છે. દક્ષિણ આફ્રિકાને એક એવી ટીમની જરૂર હતી જે દેશનાં દરેક વર્ગનું પ્રતિનિધિત્વ કરે અને તેને નિયમો અનુસાર બનાવીને જ ઝડપથી થઈ શકે.” હોલ્ડિંગે દક્ષિણ આફ્રિકાનાં પ્રથમ આફ્રિકન મૂળનાં બ્લેક ટેસ્ટ ખેલાડી મખાયા એનટિનીનો ઉલ્લેખ કર્યો હતો.
આ પણ વાંચો – T20 World Cup / ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચ પહેલા શાર્દુલ ઠાકુર અને ઈશાન કિશનનો Couple ડાન્સ કરતો Video Viral
હોલ્ડિંગનાં જણાવ્યા અનુસાર, એનટીની તેની 11 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ક્વોટા પ્લેયરનો ખિતાબ હટાવી શક્યો નથી. “તે એક તેજસ્વી ક્રિકેટર હતો અને તેનો રેકોર્ડ તેને પ્રતિબિંબિત કરે છે. હોલ્ડિંગે કહ્યું કે, તેણે તેની કારકિર્દીની શરૂઆતથી જ તે સાબિત કર્યું છે પરંતુ હંમેશા એવું પણ કહેવામાં આવ્યું છે કે જો ક્વોટા ન હોત તો તેની પસંદગી ન થઈ હોત.”