દુર્ઘટના/ તેલંગાણાની કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 7 ઘાયલ

તેલંગાણાના નાલગોંડામાં આજે એક કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો જેમાં સાત લોકો ઘાયલ થયા હતા જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે

Top Stories India
6 1 13 તેલંગાણાની કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 7 ઘાયલ

તેલંગાણાના નાલગોંડામાં આજે એક કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં સાત લોકો ઘાયલ થયા હતા. જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, નાલગોંડા શહેરમાં આવેલી દવાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો.

સિટી એસપી રીમા રાજેશ્વરીએ જણાવ્યું કે, હાલમાં બ્લાસ્ટનું કારણ શું છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.