કોરોનાની બીજી લહેર અતિ ઘાતક સાબિત થઇ રહી છે તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા રદ્દ કરીને તમામને માસ પ્રમોશન આપીને પાસ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પાસેથી રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા જે પરીક્ષાની ફી ઉઘરાવી છે તે કઈ રીતે પરત આપવી અને માર્કશીટના કેટલા રૂપિયા આપવા તે અંગે હજુ પણ રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા બેઠકોનો દોર યથાવત છે તે અંગે હજી સુધી કોઇ નિર્ણય આવ્યો નથી.
શૈક્ષણિક સૂત્રોના જણાવ્યા અનુસાર ધોરણ 10ના વિદ્યાર્થીઓ પાસેથી 255 રૂપિયા બોર્ડની ફી ઉઘરાવવામાં આવે છે. જેમાંથી 10 રૂપિયા શાળાને આપવામાં આવે છે..વિદ્યાર્થીનીઓની ફી રાજ્ય સરકાર દ્વારા તમામ ખર્ચ ઉપાડવામાં આવે છે જેથી હવે ફક્ત વિદ્યાર્થીઓની જ ફી પરત કરવામાં આવશે. જ્યારે ગુજરાત રાજ્ય સરકાર તરફથી ધોરણ 10ની વિરાજ્યમાં વર્ષ 2020-21ની ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં કુલ 7.50 લાખ જેટલા રેગ્યુલર એટલે કે નિયમિત વિધાર્થીઓના ફોર્મ ભરવામાં આવ્યા છે. જેમાં 50 ટકા જેટલી વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે એટલે કે હવે બોર્ડ દ્વારા 3.25 લાખ જેટલા વિદ્યાર્થીઓને ફી પરત કરવામાં આવશે.
શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓને ધોરણ 9 અને ધોરણ 10ની શાળાકીય પ્રથમ અને બીજી પરીક્ષામાં મેળવેલા ગુણને આધારે તેઓને માર્કસ આપવાની વિચારણા ચાલી રહી છે ત્યારે તેઓને હવે માર્કશીટ પણ આપવામાં આવશે જેથી માર્કશીટના અંદાજિત 50 થી 70 રૂપિયાની વચ્ચેનો ખર્ચ કાપીને રૂપિયા પરત કરવામાં આવશે.