દીવનાં દરિયામાં ખરાબ હવામાનને લીધે દીવ મત્સ્યોદ્યોગ વિભાગ અધિકારી શૂકાર આંજણી તેમજ દીવ કોસ્ટલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બલરાજ સિંહનાં નેતૃત્ત્વમાં ટીમ દ્વારા દરિયામાં માછીમારી કરવા ગયેલ બોટોને નજીકનાં બંદર પર લંગરવા સૂચન કરવામાં આવ્યું.
જેને લઈ દીવનાં દરિયામાં રહેલી બોટોને દીવ બંદર પર લાંગરી દેવામાં આવી છે. દરિયામાં કરંટ અને હવામાનમાં લો પ્રેશર ને લઈ દીવનાં બંદર પર મહારાષ્ટ્ર, તમિલનાડુની બોટો અને મહારાષ્ટ્રમાં દીવની બોટો લાંગરી દેવાઈ છે અને માછીમારોને દરીયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયામાં ભારે પવન સાથે તોફાની વાતાવરણ સર્જાતા દીવ વિસ્તાર અને આજુબાજુનાં ગામડાઓમાં પણ ભારે પવન ફુંકાઈ રહ્યો છે. જે માછીમારોની સાથે સાથે અન્ય લોકો માટે પણ ચિંતા અને ભયનો વિષય બન્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.