સની લિયોનેનું ગીત ‘હેલો જી’ રિલીઝ થઇ ગયુ છે જેને પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યુ છે. સની લિયોને લાંબા સમય પછી કોઈ આઇટમ ડાન્સ કરતી જોવા મળી રહી છે. સોન્ગ રિલીઝ પાર્ટીની કેટલીક તસવીરો તેણે શેર કરી છે જેમાં તે ડીજે બ્રાવો અને સિંગર રાજકુમારીની સાથે પોઝ આપી રહી છે.
સની લિયોને સોશિયલ મીડિયા પર એક સુંદર તસવીર શેર કરી છે. તેણે વ્હાઇટ ટોપ અને શામરી સ્કર્ટ સાથે બ્લેક બૂટ પહેર્યા છે. આપને જણાવી દઇએ કે સની લિયોન ‘રાગિની એમએમએસ રિટર્ન’માં કામ કરવા જઈ રહી છે. સની લિયોને 2014 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રાગિની એમએમએસ 2’ માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં સની પર ફિલ્માવેલ ‘બેબી ડોલ’ ગીત ખૂબ જ લોકપ્રિય થયું હતું. સની લિયોન ફરી એકવાર રાગિની એમએમએસ સીરીઝમાં જોડાઇ ગઇ છે.
સની લિયોન ‘રાગિની એમએમએસ રીટર્ન’માં સ્પેશિયલ અપિયરન્સમાં દેખાશે. આ ફિલ્મમાં સની લિયોન ખાસ ડાન્સ નંબર ‘હેલો જી’માં જોવા મળશે. આ ગીતને મીત બ્રધર્સ દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.