બોલિવૂડનો સૌથી ફીટ હીરોમાં વિદ્યુત જામવાલનું નામ ન આવે તેવુ કેવી રીતે બની શકે છે. તેની ફિલ્મ કમાન્ડો અને કમાન્ડો 2 ની સફળતા બાદ હવે તેની ફિલ્મ કમાન્ડો 3 ને લોકો પસંદ કરી રહ્યા છે, પરંતુ આ ફિલ્મનાં એક સીનને લઇને એક મોટો વિવાદ ઉભો થઇ ગયો છે. આ ફિલ્મનાં એક સીનમાં પહેલવાન સ્કૂલની એક છોકરીનો સ્કર્ટ ખેંચતો જોવા મળી રહ્યો છે. જેનો સોશિયલ મીડિયામાં ઘણો વિરોધ થઇ રહ્યો છે.
કમાન્ડો-3 ના આ સીનમાં, એક સ્કૂલની છોકરી જેની સાથે થઇ રહેલા જાતીય શોષણનો વીડિયો વાયરલ કરવાની વાત કરે છે. તેનો વીડિયો સાંભળ્યા બાદ પહેલવાન તેને ધમકાવવા લાગે છે. તે છોકરીની નજીક જાય છે અને તેનો સ્કર્ટ ઉઠાવીને તેનુ જાતીય શોષણ કરવાનો પ્રયત્ન કરે છે. આ સીનને જોયા બાદ ઘણા લોકોએ તેનો વિરોધ શરૂ કરી દીધો છે.
ફિલ્મનાં આ સીનને જોઇને કેટલાક યૂઝર્સે કોમેન્ટ કરી છે કે, ‘અહી કુસ્તીને લાવશો નહીં… પહેલવાન ક્યારેય આવા ગંદા કૃત્યો કરતા નથી’. વળી એક યૂઝર્સે કમાન્ડો 3 નો બહિષ્કાર કરવાની માંગ પણ કરી છે. એક દર્શકે લખ્યું કે, ‘તમે ફક્ત બાળકોની નગ્નતા બતાવીને પ્રસિદ્ધિ લઇ રહ્યા છો’. એક યુઝર્સે લખ્યું, ‘પોતાની સ્ક્રિપ્ટને પ્રમોટ કરવા માટે અમારા પહેલવાનોને બદનામ ન કરો’.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.