મુંબઇ:
છેલ્લા ઘણા દિવસોથી ફેમસ આર. કે સ્ટુડિયોને વેચવાની ચર્ચાઓ ચાલી રહી હતી. જો કે હવે આ ચર્ચાનો અંત આવી ગયો છે. કપૂર પરિવારના આ RK સ્ટૂડિયોના નવા માલિક મળી ગયા છે. આ સ્ટુડિયો માટેના નવા ગ્રાહક મળી ગયા છે. રાજકપૂરનો આ સ્ટુડિયો ગોદરેજ પ્રોપર્ટીએ ખરીદ્યો છે.
જો કે હજુ સુધી તેની ઓફીશીયલ જાહેરાત નથી કરવામાં આવી પરંતુ ટૂંક જ સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે.
કપૂર ફેમીલીને આ સ્ટુડિયો ૨૫૦ કરોડમાં વહેચાય તેવું લાગી રહ્યું હતી જો કે આ સ્ટુડિયોની કિંમત ૨૦૦ કરોડ છે.
RK સ્ટૂડિયોને રણધીર કપૂરે વેંચવાનો નિર્ણય કર્યો હતો.
ગોદરેજ પ્રોપર્ટીએ આ સ્ટુડિયો ૨૦૦ કરોડમાં ખરીધો છે.
આ સ્ટુડિયો સાથે આખો કપૂર પરિવાર જોડાયેલો છે. કપૂર પરિવારની ઘણી બધી યાદો છે. હમણાં થોડા સમય પહેલા કરીના કપૂર RK સ્ટૂડિયોને વેંચવાની બાબત પર ઘણી ઈમોશનલ થઇ ગઈ હતી.