@નિકુંજ પટેલ
વડોદરામાં આરબીઆઈની ઓફિસ, એચડીએફસી અને આઈસીઆસીઆ બેન્ક સહિત 11 ઠેકાણે બોમ્બ વિસ્ફોટની ધમકીભર્યા મેઈલ કરવામાં આવતા સનસનાટી ફેલાઈ ગઈ છે. પોલીસે વડોદરાથી ત્રણ શખ્સોને અટકમાં લઈને તપાસ હાથ ધરી છે. બીજીતરફ આ બનાવની વધુ તપાસ માટે મુંબઈ એટીએસની એક ટીમ વડોદરા પહોંચી છે.
એટીએસની ટીમે વડોદરાના જમાતખાના વિસ્તારમાં આવેલા ઓપ્ટિકલ હાઉસની તપાસ કરી હતી. અહીંના ઈન્ટરનેટ રાઉટરનો ઉપયોગ કરીને આરોપીઓએ ઈમેલ કર્યો હતો. પોલીસે ઓપ્ટિકલ હાઉસના ઈન્ટરનેટ રાઉટર અને સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. તપાસમાં આરોપીઓએ ઓપિટ્કલ હાઉસના માલિકને અંદારામાં રાખીને તેમના ઈન્ટરનેટ રાઉટરનો દુરૂપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું છે.
આ ધમકીભર્યો ઈમેલ મળતા મુંબઈ એટીએસની ટીમે વડોદરા પોલીસ સાથે જોઈન્ટ ઓપરેશન હાથ ધરીને મંગળવારે વડોદરા જીલ્લાના રાનુ ગામથી એક આરોપી આદિલને ઝડપી લીધો હતો. આદિલની પુછપરછ બાદ આજવા રોડ પર રહેતા મોહમ્મદ વસીમ અને તાંદળજા રોડ પર રહેતા મોહમ્મદ અર્શિલને પણ અટકમાં લીધા છે.
મુંબઈ એટીએસએ ત્રણેયને કોર્ટમાં હાજર કરીને ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે ધમકીભર્યો ઈમેલ આદિલના ફોનથી કરવામાં આવ્યો હતો. તેના માટે ઓપ્ટિકલ હાઉસના રાઉટરનો ઉપયોગ કરાયો હતો.
મુંબઈ પોલીસે પત્રકારોને જણાવ્યું હતું કે પોતાને ખિલાફત ઈન્ડીયા ગ્રુપના સભ્ય તરીકે ઓળખાવનારા શખ્સે આ ધમકીભર્યો મેઈલ કર્યો હતો. મેઈલમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેણે આરબીઆઈ ઓફિસ, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક સહિત 11 જગ્યાઓએ બોમ્બ રાખ્યા છે. જે બપોરે 1.30 વાગ્યે ફૂટશે. આ શખ્સે આરબીઆઈના ગવર્નર શાક્તિકાંત દાસ અને કેબિનેટ મંત્રી નિર્મલા સીતારમનના રાજીનામાની માંગણી કરી હતી.
એક પોલીસ અધિકારીનું કહેવું છે કે khilafat.india@gmail.com ઈમેલ આઈડીથી આરબીઆ ગવર્નરના મેઈલ પર સવારે અંદાજે 10.50 થી બપોરે 1.30 વાગ્યા દરમિયાન મેઈલ મોકલવામાં આવ્યો હતો. ઈમેલમાં ત્રણ જગ્યાના નામ આપવામાં આવ્યા છે. જ્યાં બોમ્બ વિસ્ફોટ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. જેમાં આરબીઆઈ-ન્યુ સેન્ટ્રલ બિલ્ડીંગ કોર્ટ, એચડીએફસી હાઉસ-ચર્ચગેટ અને આઈસીઆઈસીઆઈ બેન્ક ટાવર્સ બીકેસી સામેલ છે. આ તમામ જગ્યાઓએ પોલીસે તપાસ કરી હતીપરંતુ કંઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી.
બીજીતરફ ઈમેલમાં લખ્યું હતું કે અમે મુંબઈમાં અલગ અલગ ઠેકાણે 11 બોમ્બ રાખ્યા છે. આરબીઆઈ એ પ્રાઈવેટ સેક્ટરની બેન્કો સાથે મળીને ભારતા ઈતિહાસમાં સૌથી મોટા કૌભાડને અંજામ આપ્યો છે. આ કૌભાંડમાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ, નાણા મંત્રી નિર્મલા સીતારમન, કેટલાક ટોચના બેન્ક ઓફિસરો અને ભારતા કેટલાક જાણીતા મંત્રી સામેલ છે. અમારી પાસે તેના પર્યાપ્ત અને મજબુત પુરાવા છે.
અમે માંગણી કરીએ છીએ કે આરબીઆઈ ગવર્નર અને નામા મંત્રી નિર્મલા સીતારમન તાત્કાલિક પોતાના પદો પરથી રાજીનામા આપે અને કૌભાંડના ખુલાસા બાદ એક પ્રેસ નિવેદન બહાર પાડે. અમે સરકાર પાસે એ પણ માંગણી કરીએ છીએ કે તેમાં સામેલ તમામ લોકોને એ સજા આપવામાં આવે જેના તે હકદાર છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ