વિશ્વનો કોઇ પણ દેશ ભારતનો દુશ્મની નથી. “વસુદેવ કુટમ્બકમ્” આપણી પરંપરા છે. પરંતુ આપને આપણા દેશ પ્રત્યે અત્યંત પ્રેમ છે……
શું હું મારુ કે મારા પોતાના લોકોનું નુકસાન જાણતા કરીશ. દેશનાં વિરોધીઓને માલામાલ શકીશ…કદાચ કદાચી નહીં. લાખો ભારતીયો આવુ કેમ કરી રહ્યા હશે??? શું તેને આ વાતની ખબર જ નહી હોય, અજાણતા જ આવુ કરતા હશે, કદાચ…અજાણતા જો ભારતીય જ ભારતનું નુકસાન કરી રહ્યા છે, તો…તો તેને આ બાબતે સાચી માહિતી આપવી મારી પહેલી ફરજ છે.
જી હા, ફરજ છે કારણ કે,
હું “મંતવ્ય ન્યૂઝ” – લોકોનો અવાજ છું – લોકશાહીની ચોથી જાગીર છું, હું મંતવ્ય ન્યૂઝ મારી સામાજીક જવાબદારીઓનાં વહન માટે પ્રતિબંધીત છું. ચાઇના અને ચાઇનીસ પ્રોડક્ટસનો બહિષ્કાર શા માટે જરૂરી છે, આપણે ખરેખર જાણીએ છીએ ??
ચાઇનીઝ વસ્તુનાં ઉપભોગથી આપણે આપણા જ દેશનાં અર્થતંત્રને એક રીતે નીચે – પાછળ તરફ ધકેલી રહ્યા છીએ. જાણ્યે અજાણ્યે આપણે ચાઇનીઝ વસ્તુ માટે પાયે વાપરી આપણી જ ભારતીય વસ્તુનો બહિષ્કાર કરી રહ્યા છીએ. શુ આવુ થવુ દેશનાં ભવિષ્ય માટે સારી બાબત છે ??
ભારતીયો માટે ચાઇનીઝ પ્રોડક્ટસનો બહિષ્કાર અનેક રીતે મહત્વનો અને અનિવાર્ય કહી શકાય તેવો છે. એ વાત તો સર્વ સામાન્ય છે કે, કોઇ પણ દેશની વસ્તુઓ જ્યારે બહોળા પ્રમાણમાં વહેચાય છે, ત્યારે તે દેશને આર્થિક લાભ થાય છે.
વિશ્વમાં ભારત અને ચીન એવા બે દેશ છે, જેની પાસે વિશ્વનું સૌથી મોટું બજાર છે. કારણ છે ભારત અને ચીનની વસ્તિ. વિશ્વ સાપેક્ષમાં જ્યારે વાત કરવામાં આવે ત્યારે, એક તરફ ભારત અને ચીનની વસ્તિ રાખવામા આવે અને એક તરફ બાકીનાં આખા વિશ્વની, તો પણ આ બે દેશની વસ્તિનો સરવાળો બાકીનાં આખા વિશ્વની વસ્તિના સરવાળા કરતા વઘી જાય છે.
આટલા મોટા પ્રમાણમાં જ્યારે કોઇ દેશમાં વપરાશ કરતા હોય, ત્યારે કોઇ પણ દેશ પાસે માંગ અને ઉત્તપાદનનાં નિયમ પ્રમાણે વપરાશ કરતા માટે વસ્તુ ઉપલબ્ઘ કરાવવાનાં બે રસ્તા હોય છે. એક પર્યાપ્ત ઉત્તપાદન અને બીજુ આયાત. તો સામે આટલી મોટી આબાદી હોય ત્યારે ઉત્તપાદન ક્ષમતા પણ અનેક ગણી હોય છે, પરંતુ ઉત્પાદનમાં સંશાઘન (રિસોર્સ) અને સરકારની પોલીસી પણ મહત્વનાં પાસા છે. વળી પાછો માંગ અને ઉત્તપાદનનો બીજો નિયમ મહત્વની ભૂમીકા ભજવે છે. નિયમ યાદ છે કે, જ્યારે ઉત્તપાદન વધે ત્યારે ઉત્પાદન ખર્ચ ઘટે છે. જેથી વસ્તુની કિમત ઓછી થાય છે. જ્યારે ભાવ ઓછો હોય ત્યારે વેચાણ વધે છે.
પ્રોક્ટિકલી જો જોવામાં આવે તો આજે કોઇ વ્યક્તિ મોબાઇલ ખરીદવા ઇચ્છુક છે, તો તેની પહેલી નજર ચાઇનીઝ મોબાઇલ કંપની પર પડે છે કારણ…. કારણએ છે કે, ભારતમાં અત્યારે સરેરાશ મોબાઇલ ખરિદ કિંમત 15000 આસપાસની હોવાનું નોંધવામાં આવે છે. ભારત પાસે જે બ્રાન્ડનાં મોબાઇલ આ કિમત વર્તુળમાં છે તે સાપેક્ષમાં ચાઇનીઝ કંપનીઓનાં મોબાઇલ વઘુ સારા અને અપડેટેડ હોવાનું જોવામાં આવી રહ્યું છે. વળી ચાઇનીઝ કંપનીઓ માબાઇલ અપડેટેડ વર્ઝન પણ તે જ ભાવ રેન્જમાં આપે છે, જેટલી જૂના વર્ઝનની કિમત હતી.
દા.ત. – રેડમી મોબાઇલની 1 – 2 – 3 – 4 થી લઇને 8 અને 9 કે, Redmi 9 Pro સુઘીની સિરીઝ બજારમા આવી ગઇ, જો આ પ્રોડક્ટસના ભાવ જોવામાં આવે તો તમામ અપડેટેડ સિરીઝનાં ભાવ તો 14500 કે 15000 આસપાસ જ રાખ્યા છે. જ્યારે ભારતીય મોબાઇલ કંપનીમાં જોવામાં આવે છે કે, સિરીઝ અપડેટેડ આવે કે ભાવ પણ વઘીને આવે છે. ખરીદી સમયે ગ્રાહકો ભાવ અને સુવિધા અવશ્ય જોવે છે અને અંતે ચાઇના બાજી મારી જાઇ છે. આ તો ઉદાહર તરીકે મોબાઇલ હતો, પરંતુ તમામ વસ્તુમાં આ ઉદાહરણ યથાર્થ છે.
એક માન્યતા અનુસાર ચીનની તુલનામાં ભારત વધારે મજબુત સ્થિતીમાં છે કારણ કે ભારત ચીની મોબાઇલ ફોન માટે મોટુ બજાર પુરૂ પાડે છે. આ વાત સાચી છે કે ચીન પોતાનાં મોબાઇલ ફોન્સનો સૌથી વધારે નિકાસ ભારતમાં કરે છે. 2018માં 8.9 અભજ ડોલરનાં નિકાસ થઇ. ચીનનાં 2018નાં કુલ મોબાઇલ-ટેલિફોનના નિકાસમાં ભારતનું યોગદાન માત્ર 3.7 ટકા જ છે.
ગ્રહાક તો અંતે ગ્રહાક જ છે તે, ભારતીય હોય, અમેરિકન હોય, આફ્રિકન હોય કે ચાઇનીઝ હોય. ખરીદીમાં દેશ દેજ મહદઅંશે ભારતમાં જોવામાં આવતી નથી. આનુ કારણે કદાચ અજાણતા હોઇ શકે. દેશ દાઝનાં નામે ભારતમાં ઘણુ થયુ છે અને થાય છે, તો આવનાર સમયમાં પણ થશે જ. તો પછી દેશ દાઝમાં ચાઇનીઝ વસ્તુનો બહિષ્કાર કેમ નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….