Not Set/ બ્રાઝિલના ઐતિહાસિક મ્યુઝીયમમાં લાગી ભીષણ આગ : 11,000 વર્ષો જુના ઐતિહાસિક પુરાવાનો નાશ

બ્રાઝીલ બ્રાઝિલના રિયો ડી જનેરિયો શહેરમાં રાષ્ટ્રીય સંગ્રહાલયમાં સોમવારે ભીષણ આગ લાગી હતી. સ્થાનિક અધિકારીઓના કહેવા પ્રમાણે આ આગથી કોઈ જાનહાનિ થઇ નથી પરંતુ વર્ષો જૂની બહુમૂલ્ય ચીજવસ્તુઓનો નાશ થયો છે. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી મળ્યું નથી. આંતરરાષ્ટ્રીય સમય અનુસાર આ આગ રાત્રે 22:30 સ્થાનિક ટેલિવિઝનના ફૂટેજમાં વિકરાળ આગ જણાઈ રહી હતી […]

Top Stories World
firing બ્રાઝિલના ઐતિહાસિક મ્યુઝીયમમાં લાગી ભીષણ આગ : 11,000 વર્ષો જુના ઐતિહાસિક પુરાવાનો નાશ

બ્રાઝીલ

બ્રાઝિલના રિયો ડી જનેરિયો શહેરમાં રાષ્ટ્રીય સંગ્રહાલયમાં સોમવારે ભીષણ આગ લાગી હતી. સ્થાનિક અધિકારીઓના કહેવા પ્રમાણે આ આગથી કોઈ જાનહાનિ થઇ નથી પરંતુ વર્ષો જૂની બહુમૂલ્ય ચીજવસ્તુઓનો નાશ થયો છે.

જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી મળ્યું નથી. આંતરરાષ્ટ્રીય સમય અનુસાર આ આગ રાત્રે 22:30 સ્થાનિક ટેલિવિઝનના ફૂટેજમાં વિકરાળ આગ જણાઈ રહી હતી અને ફાઈટર આ આગને ઓલવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

બહુમૂલ્ય શિલ્પકૃતિઓ કે જે 11,000 વર્ષો જૂની હતી તે બધી આ આગમાં ભસ્મીભૂત થઇ ગઈ. આ મ્યુઝિયમમાં 20 મિલિયનથી પણ વધારે ઇતિહાસના નમૂના હતા જેમાં ઇજિપ્તની મમી થી અને બીજી ઐતિહાસિક શિલ્પકૃતિનો પણ સમાવેશ થાય છે.

Related image

રિયો ડી જાનેરોમાં રાતોરાત અગ્નિ લાગતા વિદ્યાર્થીઓ અને નેશનલ મ્યુઝિયમના કર્મચારીઓએ સંસ્થા બહાર વિરોધ કર્યો હતો.

આ સંગ્રહાલયની સ્થાપના વર્ષ 1818 માં કરવામાં આવી હતી. બ્રાઝીલનું સૌથી મહત્વપૂર્ણ સંગ્રહાલયમાં તેનો સમાવેશ થાય છે. દેશની ઘણી બધી મૂલ્યવાન ચીજો આ સંગ્રહાલયમાં મુકવામાં આવી હતી.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ માઈકલ ટેમરે જણાવ્યું હતું કે આ એક ખુબ જ દુઃખદ દિવસ છે. 200 વર્ષનું કામ , જ્ઞાન અને શોધ આગમાં સળગી ગયું। તો બીજી તરફ નેશનલ હિસ્ટ્રી મ્યુઝિયમના નિર્દેશકે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે આ એક સાંસ્કૃતિક અકસ્માત છે.

આ મ્યુઝિયમનો ઉપયોગ વર્ષો પહેલા રોયલ પોર્ટુગીઝનું એક કુટુંબ તેમના ઘર તરીકે કરતા હતા. આશરે 200 વર્ષ પહેલા તેનું રૂપાંતર મ્યુઝિયમમાં કરવામાં આવ્યું. આમ તે સમયથી રાષ્ટ્રીય મ્યુઝિયમ બ્રાઝિલની સૌથી જૂની ઐતિહાસિક સંસ્થા અને આંતરરાષ્ટ્રીય સ્તરે અગ્રણી સંશોધન કેન્દ્ર બની ગયું.