બ્રાઝિલનાં રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ એમેઝોન આગ માટે હોલીવુડનાં ઓસ્કર વિજેતા સુપરસ્ટાર લિયોનાર્ડો ડિકેપ્રિઓને દોષી ઠેરવ્યા હતા. યુકેનાં મિરર ડોટ કોમનાં એક અહેવાલ મુજબ, ટાઇટેનિક ફિલ્મનાં અભિનેતા ડિકેપ્રિઓ અનેક બિન-લાભકારી સંસ્થાઓને ભંડોળ આપે છે અને બોલ્સોનારોનાં જણાવ્યા મુજબ, તેમનું ભંડોળ એમેઝોનમાં લાગેલી આગ માટે પણ જવાબદાર છે.
જો કે, રાષ્ટ્રપતિએ તેમના દાવાને મજબૂત કરવા માટે કોઈ પુરાવા રજૂ કર્યા ન હોતા. બ્રાઝિલિયામાં સમર્થકો સાથે વાત કરતા બોલ્સોનારોએ કહ્યું, “ડિકેપ્રિઓ ખૂબ શાંત વ્યક્તિ છે, છે ને?” તેઓ એમેઝોનને આગ લગાડવા માટે પૈસા ચૂકવે છે.’ એટલું જ નહીં, તેમણે ફેસબુકનામ જીવંત પ્રસારણમાં પણ આ જ વાતનું પુનરાવર્તન કર્યું. જો કે ડિકેપ્રિઓએ આ વાતને નકારી કાઠી છે અને સ્પષ્ટતા આપી છે.
જુલાઈ અને ઓગસ્ટમાં, ડિકેપ્રિઓની પર્યાવરણીય સંસ્થા, અર્થ એલાયન્સ, એમેઝોનને આગને કારણે જંગલને થતા નુકસાનથી એમેઝોનને બચાવવા માટે 5 મિલિયન ડોલરનું વચન આપ્યું છે. અભિનેતા અને પર્યાવરણવાદીએ એક નિવેદનમાં કહ્યું છે કે તેમની સંસ્થાએ તપાસ કરનારાઓ દ્વારા નામ અપાયેલા બે બિન-લાભકારીમાંના કોઈપણને ભંડોળ પૂરું પાડ્યું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.