બનાસકાંઠા,
બનાસકાંઠામાં વર્ષો જૂના ઓવરબ્રિઝ પર અચાનક ભંગાણ પડ્યું હતું. જેથી લોકોમાં બીકનો માહોલ ફેલાઇ ગયો હતો. ડીસાના બનાસ નદી પરનો બ્રિઝ અનેક નેશનલ હાઇવે માર્ગને જોડે છે.
આ બ્રિઝ પર નાની મોટી તિરાડો અગાઉ થી પડેલી હતી. જેથી અહીંયાથી પસાર થતાં લોકોને માથે જીવન જોખમે હતું. પરંતુ ગઇકાલે મોડી રાત્રે આ બ્રિજ પર અચાનક જ ડેમજ અને તિરાડો પડવા લાગી હતી.
આ સમાચાર વાયુ વેગે વાયરલ થતાં તંત્ર દોડતું થઇ ગયું હતું. જો કે આ ઘટનાની જાણ ડીસાના ધારાસભ્યને પણ ન હતી. મિડીયા દ્વારા આ ઘટનાની જાણ થતાં ધારાસભ્ય શશીકાંત પંડ્યાને જાણ થઇ હતી.
બાદમાં આ ઘટના અંગેની જાણ થતાં નેશનલ હાઇવે ઓથોરિટી પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. નિરક્ષણ બાદ કોર્નર નીચે આવેલ સ્પ્રીંગ સડી ગયેલી હાલતમાં જોવા મળી હતી. ત્યારે હાલ તો ઓથોરિટી દ્વારા આ બ્રિઝનું રિપેરીંગ કામ કરવામાં આવશે તેમ જણાવાયું હતું.