બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન આજે ગુજરાત પ્રવાસે છે. તેઓ અમદાવાદ પહોંચી ગયા છે, જ્યાં એરપોર્ટ બહાર તેમનું ઢોલ-નગારાં સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટ પહોંચી તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી તેઓ આશ્રમ રોડ સ્થિત હોટલ હયાત રિજન્સી ગયા હતા. આ બાદ તેઓ ગાંધી આશ્રમની પણ મુલાકાતે પહોંચ્યા છે. આ પહેલા બ્રિટિશ વડાપ્રધાન એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો યોજાયો હતો. યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જોન્સન ગાંધી આશ્રમ પહોંચ્યા હતા ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન ગાંધી આશ્રમ પહોંચીને તેમમે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી અને બાદમાં રેટિયો કાંત્યો હતો,રેંટિયો કાંત્યા સમયે તેઓ ખુબ આનંદિત જોવા મળ્યા હતા. તેમણે આશ્રમની બુકમાં એક સરસ સંદેશો પણ લખ્યો હતો.વિઝિટર બુકમાં મહાત્મા ગાંધી વિશે અકલ્પીય વાત લખી હતી.“આ મહાન વ્યક્તિત્વના આશ્રમમાં આવવું તેમણે વિશ્વને સત્ય અને અહિંસાના સરળ સિદ્ધાંતોના પાઠ ભણાવ્યા, આ સિદ્વાંતોના મૂલ્ય સમજાવું એ એક મહાન લહાવો છે
UKના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન આજે ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓ બપોરે લંચ બાદ અદાણી શાંતિગ્રામમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને મળશે. આ મુલાકાતમાં બંને વચ્ચે બ્રિટનમાં અદાણી ગ્રુપના સંભવિત રોકાણ અંગે ચર્ચા થવાની સંભાવના છે. આ મીટિંગમાં જેસીબીના ચેરમેન લોર્ડ બામફોર્ડ પણ ઉપસ્થિત રહે તેવી ચર્ચા છે.