Navsari News : નવસારીમાં BSF ના જવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. આ બનાવ નવસારીના ચાખવી તાલુકાના ફડવેલ ગામમાં બન્યો હોવાનું જાણવા મળ્યું છે. મૃતક જવાન CRPF ફોર્સમાં સિપાહી જનરલ તરીકે ફરજ બજાવતા હતા. છાતીમાં દુખાવો ઉપડતા ચિખલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ જવાન શ્રીનગર ખાતે ભારતીયCRPFફોર્સમાં ૧૧૭-બટાલિયનમાં સિપાહી જનરલ તરીકે ફરજ બજાવતો હતો.
26 ઓક્ટોબરના રોજ આ જવાન મહારાષ્ટ્રના લાતુર આરટીસી ટ્રેનિંગ સેન્ટરમાંથી રજા લઈને વતન આવ્યો હતો. ગુરૂવારની વહેલી સવારે છાતીમાં દુખાવો અને ગભરાહટ થતા ચિખલીની સ્પંદન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃજમ્મુ-કાશ્મીરમાં ગુજરાતના ‘મહાઠગ’ પર કડક કાર્યવાહી, EDએ કરી મોટી કાર્યવાહી, જાણો બધું
આ પણ વાંચોઃED ‘MUDA કૌભાંડ’માં કર્ણાટકના CM સિદ્ધારમૈયા સામે કેસ કરે તેવી શક્યતા
આ પણ વાંચોઃ GST ફ્રોડ કેસમાં EDની કાર્યવાહી,23 સ્થળો પર EDના દરોડા