બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રીમો માયાવતીએ માંગ કરી છે કે, રાજકીય પક્ષોનાં નેતાઓ વિરુદ્ધ નોંધાયેલા કેસોને રાજકીય વિદ્વેષની લાગણી સાથે પાછા ખેંચવા જોઇએ, ઉપરાંત ભારતીય જનતા પાર્ટીનાં નેતાઓ વિરુદ્ધ નોંધાયેલા કેસ પાછા ખેંચવા જોઈએ.
માયાવતીએ જાણો શું કર્યુ ટ્વીટ
માયાવતીએ શુક્રવારે ટિ્વટ કર્યું હતું કે, “ભાજપનાં લોકો પર ‘રાજકીય દ્વેષ’ ની ભાવનામાં યુપીમાં નોંધાયેલા કેસો પાછા ખેંચવા ઉપરાંત તમામ વિપક્ષી પાર્ટીઓનાં કેસો પણ પરત લેવા જોઈએ. બસપાની આ માંગ.”
ભાજપનાં ત્રણ ધારાસભ્યો વિરુદ્ધ દાખલ કેસ
ઉલ્લેખનીય છે કે વર્ષ 2013 માં રાજ્યનાં તત્કાલીન સમાજવાદી પાર્ટીનાં કાર્યકાળ દરમિયાન મુઝફ્ફરનગર રમખાણોમાં ભાજપનાં ત્રણ ધારાસભ્યો સહિત અનેક નેતાઓ વિરુદ્ધ દાખલ કેસ પાછા ખેંચવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી છે.
રાજ્ય સરકારે કેસ દૂર કરવા કરી છે અરજી
મુઝફ્ફરનગરની અપર ડિસ્ટ્રિક્ટ જજ (એડીજે) કોર્ટમાં રાજ્ય સરકાર વતી સરકારી વકીલ રાજીવ શર્મા દ્વારા આ અરજી આપવામાં આવી છે. મુઝફ્ફરનગર રમખાણોમાં ભાજપનાં અનેક નેતાઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યા હતા.
શું સરકાર ફક્ત આ માટે બનાવવામાં આવી હતી?
આ અગાઉ સમાજવાદી પાર્ટીનાં પ્રવક્તા અનુરાગ ભદૌરીયાએ તેનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, ભારતીય જનતા પાર્ટી કમાલ છે. શું સરકાર ફક્ત આ માટે બનાવવામાં આવી હતી? તે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રી અથવા ધારાસભ્ય હોય, તમામ કેસો પાછા ખેંચવામાં આવશે. શું તેનાથી ગુનેગારોનું મનોબળ વધશે નહીં? શું તેઓને નથી લાગતુ કે ફોજદારી કાર્યવાહી પણ પાછી ખેંચી શકાય? આ જ કારણ છે કે, એસડીએમ અને સીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ત્યારે જ અહીં પોલીસ એન્કાઉન્ટર થવા લાગ્યા અને મહિલાઓ પર અત્યાચાર વધ્યા.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…