આજે ગુરૂવારથી સંસદનું વિશેષ બજેટ સત્ર શરુ થઇ રહ્યું છે. બજેટ સત્ર ૧૩ ફેબ્રુઆરી સુધી ચાલશે.આજે અને કાલે સર્વપક્ષીય બેઠક સ્પીકર અને ઉપરાષ્ટ્રપતિએ બોલાવ્યું છે. સંસદના બજેટ સત્રણો પ્રારંભ રાષ્ટ્રપતિના પ્રવચન સાથે થશે.
સત્ર દરમ્યાન ૧લી ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજુ થશે. આ સત્ર ૧૩ ફેબ્રુઆરી સુધી ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારના કાર્યકાળનું આ અંતિમ સત્ર છે.
લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને આજે સાંજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે તો રાજ્યસભાના સભાપતિ એમ.વૈકયાનાયડુએ કાલે સવારે ઉપલા ગૃહના નેતાઓની બેઠક બોલાવી છે.
બધા પક્ષોને આમંત્રણ અપાયું છે. લોકસભાની ચૂંટણી બાદ નવી સરકાર પૂર્ણ બજેટ રજુ કરશે પણ એ પહેલા ૧લીએ નાણામંત્રી અરૂણ જેટલીની ગેરહાજરીમાં પિયુષ ગોયલ બજેટ રજુ કરશે