Rajkot News ; રાજકોટમાં બિલ્ડર એસોસિએશનના પ્રમુખની પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પત્રકાર પરિષદ એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરાએ યોજી હતી. જેમાં એસોસિએશનના પ્રનુખ પરેશ ગજેરાએ જંત્રીમાં 200 ટકાથી 2000 ટકાનો વધારો થયો હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર મામલે રાજ્ય સરકારને જાણ કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું. વધુમાં પરેશ ગજેરાએ કહ્યું હતું કે આ સંદર્ભે અનેકવાર મનપાના અધિકારીઓને રજુઆત કરવામાં આવી હતી.
તે સિવાય TRP અગ્નિકાંડ બાદ ઘણા અધિકારીઓ નવા આવ્યા છે. આ રજૂઆતનું નિરાકરણ ન આવતા અંતે ગાંધીનગર રજુઆત કરવામાં આવી હોવાનું પરેશ ગજેરાએ ઉમેર્યું હતું.અગ્નિકાંડ પહેલા દર મહિને 10થી 12 પ્લાન મંજુર થતા હોવાનું ગજેરાએ કહ્યું હતું.
આ પણ વાંચો: સુરત હીરા ઉદ્યોગમાં મંદી, મંદીના કારણે રત્ન કલાકાર વાહન ચોરીના રવાડે ચડ્યો
આ પણ વાંચો: સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે કરાઈ ઠગાઈ
આ પણ વાંચો: હીરા ઉદ્યોગ સંકટ: સુરતમાં આત્મઘાતી હેલ્પલાઈન પર 1,600 કોલ આવ્યા