સાણંદ શહેરમાં વિકાસની સાથે સાથે ગેરકાયદેસર દબાણો પણ વધ્યા છે ત્યારે સાણંદ બસ સ્ટેન્ડ પાસે પટેલવાડી જોડે બજાર રોડ પર આવેલા 3 માળના કોમ્પલેક્ષનું ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે કોમ્પલેક્ષની આગળના જ દુકાનદારે જ સરકારી તંત્રને છેલ્લા ચાર વર્ષથી મતલબ કે 2017થી સતત ફરિયાદ કરતા ઔડા દ્વારા અંતે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ અંગે ઔડાના અધિકારી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, 3549 સર્વે નંબર ઉપર બાંધેલા ગેરકાયદેસર કોમ્પ્લેક્સના માલિક જયેન્દ્રસિંહને 2-3 મહિના પહેલા નોટિસ પાઠવી હતી ત્યારબાદ કોમ્પલેક્ષના ત્રણેય માળની દરેક માળની સળંગ 6 દુકાનોને તોડીને સંપૂર્ણ દબાણ દૂર કરાશે. આ ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે ઔડાના અધિકારીઓ જેસીબીને સાથે લઈને મોટી સંખ્યામાં મજૂરો સાથે પોલીસ પ્રોટેક્શન અને ખાનગી સિક્યોરિટી સાથે કોમ્પલેક્ષ તોડવાની શરૂઆત કરી હતી. આ તોડફોડની કામગીરી આશરે એક અઠવાડીયા સુધી ચાલશે એવું લાગી રહ્યું છે અને સંપૂર્ણ રીતે દબાણનું કામકાજ પૂરું કરશે. જ્યારે સૂત્રો દ્વારા માહિતી મળતા જાણવા મળ્યું હતું કે આ ગેરકાયદેસર 3 માળના કોમ્પલેક્ષમાં પાર્કિંગની કોઈ સુવિધા ન હોવાને કારણે કોમ્પલેક્ષ પાસ ના થતા કોમ્પલેક્ષ ગેરકાયદેસર સાબિત થયું હતું અને આખરે સરકારે કોમ્પ્લેક્સ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે ઓડિશાના પ્રવાસે છે, જાણો શું છે સંપૂર્ણ પ્લાન