ક્યારેક તોડકાંડ તો ક્યારેક દારૂની હેરાફેરી જેવા વિવાદોથી ઘેરાયેલી રહેતી દ્વારકા પોલીસે હવે મંતવ્ય ન્યૂઝની ટીમ સાથે ગેરવર્તન કર્યુ છે. દ્વારકામાં મંદિરની સુરક્ષાની ફરજ પર રહેલા અધિકારીની દાદાગીરી સામે આવી છે. મંતવ્ય ન્યૂઝના પત્રકાર સત્યમ હંસોરા અને કેમેરા મેન યોગશે જયસ્વાલ સાથે કરી મારામારી કરી છે.એટલું જ નહીં રોષે ભરાયેલા પોલીસ અધિકારીએ લાકડી પણ ઉઠાવી હતી. આ સમગ્ર ઘટના દ્વારકા કવરેજ કરતા સમય બની હતી.પરંતુ સમાજના ચોથા સ્તંભ ગણાતા પત્રકારો સાથે આ પ્રકારનું ગેરવર્તન કેટલું યોગ્ય ? તેમજ આ સમગ્ર ઘટના અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવા અવાજો ઉઠી રહ્યા છે.
આ અંગે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંધવીએ હુમલો કરનાર PSI સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. અને PSI સામે કાર્યવાહી કરવાSP ને સુચના પણ આપી દેવાઈ હોવાનું મંતવ્ય ન્યુઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું. હવે જોવાનું એ છે કે હુમલો કરનાર PSI સામે કાર્યવાહી ક્યારે થાય છે કે પછી અન્ય ઘટનાઓની જેમ આ ઘટના પણ દબાવી દેવામાં આવશે?
આ પણ વાંચો: RBI આપી શકે છે વધુ એક આંચકો, UPI ફંડ ટ્રાન્સફર પર પણ ચાર્જ લાગશે
આ પણ વાંચો:પ્રિયંકા ગાંધી વાડ્રાએ એકવાર જાહેર કર્યા હતા તેમના પિતાના રહસ્યો, જે આપણે અને તમે નથી જાણતા
આ પણ વાંચો:‘તારે આની કિંમત ચૂકવવી પડશે…તને ખતમ કરી નાખીશું’, સમીર વાનખેડેને જાનથી મારી નાખવાની મળી ધમકી