આઈસીઆઈસીઆઈ બેન્કે નાણાકીય વર્ષ 2019-20નાં બીજા ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં 27.94 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. બીજા ક્વાર્ટરમાં બેન્કનો ચોખ્ખો નફો એક વર્ષ અગાઉનાં ગાળાનાં 909 કરોડ રૂપિયાથી ઘટીને 655 કરોડ રૂપિયા રહ્યો છે.
બેન્કે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જો પુનગણતરી કરેલ સંચિત ડિફરર્ડ ટેક્સને કારણે એક સમયનાં વધારાનાં સરચાર્જની અસર બાજુ પર રાખવામાં આવે તો, ગયા વર્ષનાં સમાન સમયગાળાની 909 કરોડ રૂપિયાની તુલનામાં બીજા ક્વાર્ટરમાં ટેક્સ પછીનો નફો 3,575 કરોડ રૂપિયા હશે. જો કે, બીજા ક્વાર્ટરમાં બેન્કની ચોખ્ખી આવક વધીને રૂ. 8,057 કરોડ થઈ છે જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. 6,418 કરોડ હતી.
બેન્કે જણાવ્યું હતું કે બીજા ક્વાર્ટરમાં ચોખ્ખું વ્યાજ માર્જિન પ્રથમ ત્રિમાસિક ગાળામાં 3.61 ટકા અને ગયા વર્ષનાં બીજા ત્રિમાસિક ગાળામાં 3.33 ટકાની તુલનામાં 3.64 ટકા હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ” ચોખ્ખી નોન પરફોર્મિંગ એસેટ 30 સપ્ટેમ્બર, 2018નાં 22,086 કરોડ રૂપિયાથી ઘટીને 30 સપ્ટેમ્બર, 2019નાં રોજ 10,916 કરોડ રૂપિયા થઇ ગઈ.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.