નવી દિલ્હી,
છેલ્લા કેટલાક સમયથી અમેરિકી ડોલરમાં આવી રહેલી મજબૂતી અને તુર્કીમાં ચાલી રહેલા આર્થિક સંકટના કારણે ભારતીય રૂપિયામાં થઇ રહેલો ઘટાડો યથાવત જોવા મળી રહ્યો છે.
સોમવારે માર્કેટ ખુલ્યા બાદ અત્યારસુધીમાં ભારતીય રૂપિયામાં ૭૩ પૈસાનો ઘટાડો થઇ ચુક્યો છે અને આ સાથે એક ડોલરની કિંમત ૭૨.૪૬ના ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ પર પહોચી છે.

તુર્કીમાં ચાલી રહેલું સંકટ અને ટ્રેડવોર છે મુખ્ય કારણ
તુર્કીમાં ચાલી રહેલા આર્થિક સંકટના કારણે ઈમરજિંગ ઈકોનોમીને લઈ રોકાણકારો રૂપિયામાં હવે રોકાણ કરવાથી બચી રહ્યા છે, તેની સીધી જ અસર ડોલરની ડિમાંડ વધવાના કારણે રૂપિયો સતત કમજોર થઈ રહ્યો છે.
આ ઉપરાંત અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરની પણ નોધપાત્ર અસર રૂપિયા પર જોવા મળી રહી છે
રૂપિયો મજબૂત થવાની આશા નહીવત
નિષ્ણાતોનું માનવું છે કે,, હાલમાં જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય સ્તર પર કોઈ ફેરફાર નહિ થયા ત્યાં સુધી રૂપિયામાં ઘટાડો થવાની આશા નહીવત જણાઈ રહી છે.
પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થયો ભડકો

ભારતીય રૂપિયામાં થઇ રહેલા સતત ઘટાડાના કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ભડકો જોવા મળી રહ્યો છે. સોમવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૮૦.૭૩ રૂપિયા અને ડીઝલનો ભાવ ૭૨.૮૩ રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે.
શેરબજારમાં પણ જોવા મળ્યો કડાકો

બીજી બાજુ ભારતીય રૂપિયામાં થઇ રહેલા ઘટાડાની અસર શેરબજાર પર પણ પડી રહી છે. સોમવારે સેન્સેક્સમાં BSE ઇન્ડેક્સમાં ૨૯૫.૮૬ પોઈન્ટના ઘટાડા બાદ ૩૮૦૯૩.૯૬ ના સ્તર પર પહોચ્યો છે, જયારે નિફ્ટી પણ ૯૫.૨૫ પોઈન્ટન ઘટાડા સાથે ૧૧૪૯૩.૮૫ના સ્તર પર પહોચ્યો છે.
ભારતીય રૂપિયામાં થઇ રહેલા ઘટાડા બાદ હવે દેશની અર્થવ્યવસ્થા સામે પણ ઘણા પડકારો ઉભા થયા છે. જો આ જ પ્રમાણે રૂપિયામાં ઘટાડો યથાવત રહ્યો તો વિદેશમાંથી આવતો સામાન મોંઘો થઇ શકે છે. આ ઉપરાંત વિદેશમાં શિક્ષણ, દવા તેમજ મેડિકલ ઉપકરણો પણ મોંઘા થઇ શકે છે.