Not Set/ ઉદ્યોગપતિ નેસ વાડિયાને ડ્રગ્સ રાખવાના મામલે જાપાનમાં 2 વર્ષની જેલ

ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ નેસ વાડિયાને ડ્રગ્સ રાખવાના મામલે જાપાનની કોર્ટે બે વર્ષની સજા સંભળાવી છે. 20 માર્ચના રોજ કેસ દાખલ થયા બાદ અને કોર્ટમાં સુનાવણી પહેલા નેસ વાડિયાને અનેક દિવસો સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે વાડિયા પાસેથી 25 ગ્રામ ડ્રગ્સ પકડાયું હતું, ત્યારબાદ તેને સજા સંભળાવાઇ હતી. આ મામલે માર્ચમાં મહિનામાં તેની […]

Business
Ness wadia ઉદ્યોગપતિ નેસ વાડિયાને ડ્રગ્સ રાખવાના મામલે જાપાનમાં 2 વર્ષની જેલ

ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ નેસ વાડિયાને ડ્રગ્સ રાખવાના મામલે જાપાનની કોર્ટે બે વર્ષની સજા સંભળાવી છે. 20 માર્ચના રોજ કેસ દાખલ થયા બાદ અને કોર્ટમાં સુનાવણી પહેલા નેસ વાડિયાને અનેક દિવસો સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો.

જણાવી દઇએ કે વાડિયા પાસેથી 25 ગ્રામ ડ્રગ્સ પકડાયું હતું, ત્યારબાદ તેને સજા સંભળાવાઇ હતી. આ મામલે માર્ચમાં મહિનામાં તેની જાપાનથી ધરપકડ કરાઇ હતી.

નેસ વાડિયા ભારતના અગ્રણી ધનવાન ઉદ્યોગપતિ શુમાર વાડિયા સમૂહના વારસદાર અને નુસ્લી વાડિયાના પુત્ર છે. રિપોર્ટ અનુસાર નેસ વાડિયા પાસેથી જાપાનના હોક્કાઇદો દ્વિપ સ્થિત ન્યૂ ચિતોસે એરપોર્ટ પરથી 25 ગ્રામ ડ્રગ્સ પકડાયું હતું.

તેની ધરપકડ સમયે પણ વાડિયા ખુદે ડ્રગ્સ તેની પાસે હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. તેને કહ્યું હતું કે તેને ઉપયોગ કરવા માટે તેની પાસે રાખી છે. જો કે અત્યારસુધી વાડિયા સમૂહ તરફથી આ અંગે કોઇ પ્રતિક્રિયા જાણવા મળી નથી.

જણાવી દઇએ કે આ પહેલા વર્ષ 2014મા અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ નેસ વાડિયા પર એક મેચ દરમિયાન હેરાનગતિનો આરોપ લગાડ્યો હતો. આ મામલે ચાર વર્ષ બાદ મુંબઇ પોલિસે ફેબ્રુઆરી 2018માં ચાર્જશીટ ફાઇલ કરી હતી. જો કે બાદમાં પ્રિતી ઝિંટાએ કેસ પાછો ખેંચ્ય હતો.