નવી દિલ્હી,
નવા વર્ષની શરૂઆત થવાની સાથે જ કેન્દ્રની મોદી સરકાર દ્વારા દેશની જનતાને રાહત આપવામાં આવી છે. સરકાર દ્વારા ગેસ સીલીન્ડરના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય કરાયો છે.
મોદી સરકાર દ્વારા સબસિડી વગરના LPG સીલીન્ડરના ભાવમાં ૧૨૦.૫૦ રૂપિયાનો ઘટાડો કરાયો છે. આ સાથે જ હવે આ બોટલ ૬૮૯ રૂપિયામાં મળતો થશે.
જયારે સબસિડીવાળા સીલીન્ડરના ભાવમાં ૫.૯૧ રૂપિયાનો ઘટાડો કરાયો છે. આ ભાવ ઘટાડા બાદ હવે રસોઈ ગેસનો બોટલ ૪૯૪.૯૯ રૂપિયાના ભાવે મળશે.
સરકાર દ્વારા કરવામાં આવેલો આ ભાવ ઘટાડો ૧ જાન્યુઆરીના રોજથી જ લાગુ પડશે.
માનવામાં આવી રહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય બજારોમાં LPGની કિંમત ઓછી થવાના કારણે તેમજ અમેરિકી ડોલરની સામે ભારતીય રૂપિયામાં આવેલી મજબૂતીને જોતા આ ભાવ ઘટાડો કરાયો છે.