Not Set/ સરકારની રાહત બાદ સતત બીજા દિવસે ભડકો રહ્યો યથાવત, પેટ્રોલના ભાવમાં કરાયો ૧૪ પૈસાનો વધારો

નવી દિલ્હી, છેલ્લા એક મહિનાથી વધુ સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઇ રહેલા ભડકા બાદ ગુરુવારે કેન્દ્ર સરકાર દ્વારા લોકોને રાહત અપાતા ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો,પરંતુ આ ઘટાડાની અસર માત્ર ગણતરીના કલાકો માટે જ જોવા મળી રહી છે. નાણામંત્રી અરુણ જેટલી દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કરાયેલા ઘટાડાના સતત બીજા દિવસે ઓઈલ કંપનીનો […]

Top Stories Trending Business
pic 1 સરકારની રાહત બાદ સતત બીજા દિવસે ભડકો રહ્યો યથાવત, પેટ્રોલના ભાવમાં કરાયો ૧૪ પૈસાનો વધારો

નવી દિલ્હી,

છેલ્લા એક મહિનાથી વધુ સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઇ રહેલા ભડકા બાદ ગુરુવારે કેન્દ્ર સરકાર દ્વારા લોકોને રાહત અપાતા ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો,પરંતુ આ ઘટાડાની અસર માત્ર ગણતરીના કલાકો માટે જ જોવા મળી રહી છે.

નાણામંત્રી અરુણ જેટલી દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કરાયેલા ઘટાડાના સતત બીજા દિવસે ઓઈલ કંપનીનો દ્વારા વધુ એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડ ઓઈલની કિંમતમાં થયેલા વધારા બાદ રવિવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલમાં ભાવમાં ૧૪ પૈસાનો વધારો ઝીકવામાં આવ્યો છે. આ સાથે જ એક લીટર પેટ્રોલ ૮૧.૮૨ રૂપિયાના ભાવે મળી રહ્યું છે.

જયારે ડીઝલના ભાવમાં પણ ૨૯ પૈસાની વૃદ્ધિ જોવા મળી છે, આ સાથે જ એક લીટર ડીઝલ ૭૩.૫૩ રૂપિયાના ભાવે મળી રહ્યું છે.

આર્થિક રાજધાની મુંબઈમાં પણ પેટ્રોલમાં થયેલા ૧૮ પૈસાના વધારા સાથે ૮૭.૨૯ રૂપિયાના ભાવે મળી રહ્યું છે. જો કે મુંબઈમાં ડીઝલના ભાવમાં ૩૧ પૈસાના વધારા સાથે એક લીટર ડીઝલ ૭૭.૦૬ રૂપિયાના ભાવે મળી રહ્યું છે.